Book Title: Sarvagnya jeva Suridev
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 5
________________ ના જ -- - - - પ્રકાશકીય સાડા ત્રણ કરોડ સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોની રચના કરનારા મહાન મૃતધર આચાર્યદેવ હેમચન્દ્રસૂરિનું જીવનચરિત્ર પ્રકાશિત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. જોકે આ ચરિત્ર ખાસ તો બાળકો માટે લખાયેલું છે, પરંતુ સહુને વાંચવું ગમે, સહુને પ્રેરણા મળે એવું આ ચરિત્ર લખાયેલું છે. અમારી ભાવના તો આ પુરતકને ગુજરાતના ગામડે-ગામડે પહોંચાડવાની છે. દરેક ગામની લાઈબ્રેરીમાં આ પુસ્તક હોવું જ જોઈએ. જૈનોનાં ઘરોમાં તો હોવું જ જોઈએ ! દરેક જૈને આ ચરિત્ર વાંચવું જોઈએ. ટ્રસ્ટના આજીવન ગ્રાહકોને આ પુસ્તક મળશે, તેઓ આસપાસ વસનારાં જૈન-જૈનેતર ભાઈ-બહેનોને આ પુસ્તક વાંચવા જરૂર આપે. શક્તિ હોય તો વધુ નકલો મંગાવીને ભેટ આપે. રાજા સિદ્ધરાજ જયસિંહે અને રાજા કુમારપાલે જે આચાર્યદેવને પોતાના “ગુરુદેવ' માનેલા હતા, જેમની અનેક આજ્ઞાઓને શિરોધાર્ય કરેલી હતી, તેવા યુગપ્રધાન આચાર્ય ભગવંતનું આ ચરિત્ર, સહુનું કલ્યાણ કરનારું બનો, એ જ મંગલ કામના. – ટ્રસ્ટીગણ શ્રી વિ.ક.પ્ર. ટ્રસ્ટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 252