________________ ખાડો માટીથી ઢાંકી દેવો. પુષ્પાંજલી ચઢાવીને નવ ણમોકાર મંત્રનો જાપ કરવો. પાંચ સૌભાગ્યવતી પાસે કંકુ અક્ષતથી વર કે કન્યાને વધાવીને ગોળ ધાણા ખાવા. મોસાળું, શેષ ભરવાનું, ચુંદડી ઓઢવાનું વિગેરે ક્રિયાઓ જૈન ધર્મ કે સમ્યકદર્શનને બાધ ન આવે તે રીતે યથા સમયે કરી લેવી. તથા કન્યાના ઘરે તોરણ નીચે વર આવે ત્યારે સામાન્ય રીતે વરે બહુ ઉંચા થવાની જરૂર નથી. જેથી કન્યા સ્વાગત રૂપે હાર પહેરાવે અને સાસુ તિલક કરી અક્ષત પુષ્પથી વધાવે. વરે ઉંચા થવું તે મશ્કરી રૂપ તથા મોટું નુકશાનનું કારણ છે, આ દેખાદેખી કુરીવાજ બંધ કરવો. (8) વર પ્રયાણ - વર લગ્ન માટે પ્રયાણ કરે તે અગાઉ પોતાને ત્યાં સિદ્ધસ્થાપન સમક્ષ દિપક પ્રગટાવી એક અર્ધ સિદ્ધ ભગવાનનો આપી અને નવ ણમોકાર મંત્રનો જાપ કરવો. વરની માતાએ વરના હાથમાં શ્રીફળ, પાંચ સોપારી, એક રૂપિયો તથા લગ્ન પત્રિકા મુકવી, તે લઈને વર પ્રયાણ કરે. (9) લગ્ન વિધિ : (આ પ્રથમ મંગલ પીંખવાની વિધિમાં વરે ઉંચા થયા વગર સ્થિર ઉભા રહેવું.). વર કન્યાના તોરણ નીચે આવીને તોરણને સ્પર્શ કરે. કન્યા વરને ફુલમાળા પહેરાવી જાય. વરની સાસુ તિલક કરી અક્ષત તથા પુષ્પથી વધાવે. ગૃહસ્થાચાર્ય મંગલ લોક બોલી ચોતરફ પુષ્પ વેરે. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્ | પછી વરે પોતાનું શ્રીફળ સોપારી, લગ્ન પત્રિકા, રૂપિયો વરની સાસુના પાલમાં આપવું અને લગ્ન પત્રિકા સિદ્ધ સ્થાપન પાસે મુકવી. વર કન્યાએ કન્યાના સિદ્ધ સ્થાપન પાસે સિદ્ધ ભગવાનનો અર્થ આપવો, પુષ્પાંજલી ચઢાવીને નવ ણમોકાર મંત્રનો જાપ કરવો. ક 15