________________ આઈનત્યં પરમ સ્થાન ચતુ કર્મવિનાશકમ્, પૂજયેત્ સપ્તવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 6. 35 હી શ્રી આહત્ય પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. (છ ફેરા પછી વર કન્યા જેમ બેઠા તેમ બેસાડીને ગૃહસ્થાચાર્ય ઉપદેશ છે કે :-) ભાવી ગૃહસ્થાશ્રમીઓ સાંભળો, તમારો આ દામ્પત્ય (પતિ પત્ની) સંબંધ જીવન પર્યંતને માટે થઈ રહ્યો છે. તમો બન્નેએ બે શરીર હોવા છતાં પરસ્પરમાં એક મન થઈને એક બીજાના સુખદુખમાં સમવેદના તથા સહાયતા કરવી પડશે. તમારા દ્વારા પવિત્ર જૈન કુળની સંતાન પરંપરા ચાલવાથી જૈન ધર્મની પ્રભાવના તથા તમારા આત્માનું હિત થવું તે જરૂરનું છે. આ ગૃહસ્થાશ્રમ ધર્મ, અર્થ, કામ એ ત્રણ પુરુષાર્થોનું સેવન કરતા તમોને મોક્ષમાર્ગનો સહાયક થશે. એ કારણથી તમે બંનેનો પરસ્પર નિષ્ફટક ભાવથી પ્રેમ રહેવાથી જ તમને આલોક ત્યા પરલોક સંબંધી સુખોની પ્રાપ્તિ થશે. જો તમારા પરિણામોમાં સંકલેશતા રહી તો તમારું સર્વ સુખ નાશ પામશે, ગૃહસ્થપણું બગડી જશે ને લોકમાં તમારી હાંસી થશે. માટે હજુ પણ તમે એક બીજાને જે કંઈ કહેવું કરવું હોય તો કહી તથા સાંભળી શકો છો, અને હજુ મન ન મળ્યાં હોય તો બંને એક બીજાથી સ્વતંત્ર છો. પોતાનો સંબંધ અન્ય કન્યા કે વર સાથે કરી શકો છો. પછી ગૃહસ્થાચાર્ય વર-કન્યાને પૂછવું કે તમારે કંઈ કહેવું છે? અને વર અને કન્યા કંઈ કહેવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે આચાર્ય તેમને કહેવાની રજા આપે છે. - વરના સાત વચન :1. મારા વડીલ તથા કટુંબીજનોની યથાયોગ્ય વિનય તથા સેવા ચાકરી કરવી પડશે. 2. મારી આજ્ઞા લોપવી નહિં. 3. કડવા તથા કઠોર વચન બોલવા નહિં. 4. મારા હિતેચ્છુઓ તથા સતપાત્રો ઘરે આવે ત્યારે તેમને આદર સત્કાર તથા આદર આપવામાં મન કલુષિત કરવું નહિં. 5. વડિલોની આજ્ઞા વિના પરઘેર જવું નહિં. 6. ઘણી ભીડ હોય તેવા મેળા વગેરેમાં તથા દુધમી તથા અન્ય વ્યસનીઓને ઘરે જવું નહિં. 7. મારાથી કોઈ વાત છાની રખાશે નહિં, તથા મારી ગુપ્ત વાત બીજાને કહેવી નહિં. -3 ////////////////////////// //////////////////////////