Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay

View full book text
Previous | Next

Page 30
________________ (11) વરણ વિધિ - (હવે વરના વડિલો કન્યાના વડિલોને કહે છે.) ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરી જમ્બુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, આયખંડમાં, અમુક ....... પ્રાંતમાં, અમુક - ગામમાં, અમુક .... શ્રેષ્ઠીના ઘરમાં, આ વિવાહ મંડપમાં અમુક -- વિર નિર્વાણ, અમુક સંવત માં, અમુક - માસમાં, અમુક પક્ષ - માં, અમુક " તિથિમાં, અમુક . વારમાં શ્રી સિદ્ધચકની સમક્ષ, શ્રી જિનવાણીજીની સમક્ષ, વિદ્વાનોની સમક્ષ, શ્રાવકોની સમક્ષ, આપની અમુક ... ગામમાં ઉત્પન, અમુક - પૌત્રી, અમુક " નાં સુપુત્રી, અમુક ~ નામવાળી કન્યાને અમારા અમુક ... ગોત્રમાં ઉત્પન અમુક . ના પૌત્ર, અમુક " ના સુપુત્ર, અમુક નામવાળા કુમારને માટે સ્વીકાર કરીએ છીએ. કન્યાના પિતા (વરને) :- અમો આપને આ કન્યા પ્રદાન કરવા ચાહીએ છીએ, આપ સ્વીકાર કરો. વર કહે - હું સ્વીકાર કરું છું. કન્યા કહે - હું પણ આ સમ્બન્ધનો સ્વીકાર કરું છું. પંચ લોક :- સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. વર કન્યા :- સ્વીકાર, સ્વીકાર, સ્વીકાર કરીએ છીએ. કન્યાના વડિલો - (વરને) આપ ધર્મ, અર્થ, કામથી આ કન્યાનું પાલન કરજો. વર - ધર્મ, અર્થ અને કામથી હું પાલન કરીશ. (12) હસ્તમેળાપ વિધિ : (કન્યાના ડાબા હાથમાં અને વરના જમણા હાથમાં હળદર કે મેંદી ચોપડી કન્યાનો હાથ નીચે અને વરનો હાથ ઉપર એ રીતે હસ્તમેળાપ શુભ મુહુર્તમાં કરવો. કન્યાના માતાપિતાએ ઝારીથી નીચેનો મંત્ર ભણી જોડેલા હાથ ઉપર જલધારા છોડવી.) ////////////////////////// ܘܐ //////////////////////////

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50