Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay
View full book text
________________ - શ્રી પાર્શ્વનાથજી સ્તવન - 7 - રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, મારા પાર્થપ્રભુના રંગમાં, મારા દાદાના સત્સંગમાં, તુ રંગાઈ જાને રંગમાં.. ટેક. સાચું સગપણ પાર્શ્વપ્રભુનું, એજ ખરો મીત રે, બાકી જુઠી પ્રીત, શ્વાસો શ્વાસે નિજ રસમાં, રોમ રોમ અંગમાં...... તુ રંગાઈ જાને રંગમાં.... 1. રાતે રટવું દિવસે રટવું, રટવું સાંજ સવાર, ભૂલીશમાં પળવાર, પળ પળ તારી વિતાવી લે (2) - પાર્થ પ્રભુની સંગમાં... તું... મૂર્તિ મનોહર હૈયે ભજીલે, જનમ જનમનો સાથરે, ઝાલીને હાથ (2) નિર્મળ નિર વિકાસ રહેશે, મનડું નિતડું મનમાં તું..૩. દિવસ સાચો ભવ સાગરમાં, રહેશે સદાયે સાથ રે, દાદા પાર્શ્વનાથ રે (2) સ્મરણ કરી લે, શરણ ગ્રહણ કરી લે, જીત થશે જગમાં-તું.૪. - શ્રી મહાવીર સ્વામીનું સ્તવન - 8 - રંગ લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો, લાગ્યો લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો... ટેક. તારા દર્શન કરવાનો મારો ભાવ જાગ્યો, તારા દર્શનમાં સુખ અપાર..... મહાવીર..... 1. તારી પૂજન કરવાનો મારો ભાવ જાગ્યો, તારી પૂજનમાં આનંદ અપાર..... મહાવીર..... 2. ////////////////////////// 3, //////////////////////////

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50