Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay
View full book text
________________ (નીચેનો લોક બોલીને ગૃહસ્થાચાર્ય આશીર્વાદ આપવા, વરવધુ પર પુષ્પવૃષ્ટિ કરવી, તે વખતે વરવધુ ગૃહસ્થાચાર્યને નમસ્કાર કરે.) શ્રી શાંતિરસ્તુ શિવમસ્તુ જ્યોતુ, નિત્યમારોગ્યમસ્તુ તવ પુષ્ટિ સમદ્વિરસ્તુ, કલ્યાણમસ્તુ શુભમસ્વભિવૃદ્ધિરસ્તુ, દીર્ધાયુરતુ કુલગોત્ર ધન સદાસ્તુ. દહેજનો કુરિવાજ બંધ કરવો. વરવધુને તેમના સગાસંબંધીઓ તરફથી ભેટ વિગેરે રિવાજ હોય તે કરવા. વરવધુ શ્રી દિગમ્બર જિન મંદિરમાં નગદ ભેટ મુકી દર્શન કરે, ચાર પ્રકારના દાન કરવા.) કન્યાના સિદ્ધસ્થાપન પાસે સિદ્ધ ભગવાનનો અર્થ આપી વિદાય આપવી. વરવધુ વડિલોને નમન કરે. વરને ત્યાં વરવધુ આવે ત્યારે વરની માતા પોંખી લે અને વરના સિદ્ધ સ્થાપન પાસે સિદ્ધ ભગવાનનો અર્થ આપવો. ણમોકાર મંત્રનો નવવાર જાપ કરવો. વડિલોને નમન કરવા. ઉત્તર વિધિ - પહેરામણી વિધિ યથા સમયે કરવી, ણમોકાર મંત્રનો નવવાર જાપ કરીને વરને ત્યાં છેડાબંધન તથા કંકણ બંધન છોડવા. છેડા બંધનના પૈસા વિગેરે વધુને આપવા. કુંભના પૈસા મંદિરજીમાં ભંડારમાં આપવા. શ્રી દિગમ્બર જૈન લગ્ન વિધિમાં દહેજનો કુરીવાજ અવશ્ય બંધ કરવો. શ્રી લગ્ન વિધિ સમાપ્ત. ( ધ્વજારોહણ વખતે મંદિરજીની ત્રણ પ્રદક્ષિણા કરતી વખતે શાંતિપાઠ પાના નંબર 34 પર છે તે સર્વએ બોલવો.) ////////////////////////// $; //////////////////////////

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50