Book Title: Sansarni Central Jail no Hu pan Ek Kedi Chu Author(s): Padmasagarsuri Publisher: Sadvichar Parivar Prakashan View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રામને પૂરી દીધા છે ને એની ઉપર પ્રેમનું તાળું મારીને ચાવી મારી પાસે રાખી છે. હવે રામની તાકાત નથી કે એ મારા હૃદયના પિંજરામાંથી છટકીને બહાર નીકળી જાય !” પ્રેમની અંદર એ તાકાત છે કે જે પરમાત્માને પણ વશ કરી શકે. ગમે એટલું દુષ્ટ અને કઠોર હૃદય હોય તો પણ એ પ્રેમની આગળ પીગળી જાય છે. મહાવીરની ભાષામાં કહીએ તે પ્રેમનું પરિવર્તન હમેશાં સ્થાયી હોય છે અને વ્યક્તિ જે વિચારની ભૂમિકા ઉપર ચાલી જાય તે એના હૃદયનું પરિવર્તન થઈ જાય છે અને આવા વિચાર અને તે અંગેનું ચિંતન લોકે સુધી પહોંચાડવાનો પ્રયત્ન હમેશાં સાધુ-સંતે કરતા જ આવ્યા છે. જીવ ભૂલ કરવાના સંસ્કાર લઈને જ જગતમાં આવે છે. માનવમાત્ર ભૂલને પાત્ર છે. પરંતુ થયેલી ભૂલ સુધારી લઈ જીવનને ઉન્નત બનાવી દેવું એમાં જ માનવતા છે. જીવન એનું જ ઉજળું ગણાય છે, જેને જીવન જીવતાં આવડ્યું છે. www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24