________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સમપણ વિદ્યાપીઠ માનવજીવનની પ્રાપ્ય ઇતિહાસમાં એવા અસંખ્ય દાખલા નોંધાયા છે, જેમાં એ મહામાનવોએ ઈતર માનવભાંડુઓના કે -પ્રાણીઓના કલ્યાણ કાજે પોતાનાં બલિદાન આપી દીધાં છે. હસતે મોંએ જાતને સમપી દીધી છે. આવા મહાપુરુષોના કારણે જ તો માનવ-ઇતિહાસ ગૌરવવંતે બન્યો છે. - આજે જીવન અતિ સ્વકેન્દ્રી બનતું જાય છે. સૌ માનવા પોતપોતાના સ્વાર્થ સાધવામાં જ જાણે રત છે. નિ:સ્વાર્થ ભાવની તીવ્ર અછત વરતાય છે. આમ જ ચાલ્યા કરશે તો માનવતાનું થશે શું? માનવતા પરવારી જશે તો પછી માનવી અને પશુમાં કિઈ ફરક રહેશે ખરો ? સમર્પણ વિદ્યાપીઠનો ઉદ્ભવ આ ઘેરી ચિંતામાંથી થયો છે. માનવીમાં માનવતા સંસ્કારવાનું કરવાનું કામ સમર્પણ વિદ્યાપીઠે પોતાની યત્કિંચિત શકિત મુજબ, પોતાના શિરે લીધું છે. આજની અને આવતી કાલની પેઢીને ઉજવાળવી હશે, માનવતાને જીવંત રાખી ‘માનવી’ શબ્દની સાર્થકતા નિભાવી રાખવી હશે, તો પ્રત્યેક માનવે હૈયામાં સમર્પણનો ભાવ જગાડવા પડશે અને એ ભાવને પ્રત્યક્ષ કરવા માટે કટિબદ્ધ થવું પડશે. આ મહાન માનવીય પુરુષાર્થ માં સહભાગી બનવાનું સમર્પણ વિદ્યાપીઠ સૌને પ્રેમભર્યું નિમંત્રણ આપે છે. સમર્પણ વિદ્યાપીઠ સેટેલાઈટ સામે, જોધપુર ટેકરા, અમદાવાદ 11. www.kobatirth.org For Private And Personal Use Only