________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાય ભલે પીળી હોય, કાળી હોય કે કેઈપણ રંગની હોય, એનું દૂધ તે સફેદ જ મળશે. એ જ રીતે ધર્મ ભલે હિંદુ હે, મુસલમાન હો, જેન છે કે ખ્રિસ્તી હો. પેકીગ ભલે ગમે તે નામનું હે, માલ તો પરમાત્મતત્ત્વને જ હશે, માનવતાને જ હશે.
ગાંધીજીએ રામરાજ્યની જે કલ્પના કરી હતી તેની પાછળ એમને એ જ ભાવ હતું કે હિંદુ સાચા હિંદુ બની જાય અને ગીતાના આદર્શોને પિતાના જીવનમાં ચરિતાર્થ કરે. મુસલમાન સાચે મુસલમાન બની જાય, પવિત્ર ઈન્સાન બની જાય અને કુરાનના આદેશ પ્રમાણે પોતાનું જીવન ઘડતર કરે. જૈન સાચા જેન બની જાય ને મહાવીરના આદેશ પ્રમાણે જીવન જીવે અને ક્રિશ્ચિયન સાચે ક્રિશ્ચિયન બની જાય ને બાઈબલના આદેશ પ્રમાણે સર્વત્ર પ્રેમ વહાવે. આમ પ્રત્યેક ભારતવાસી પિતપિતાના ધર્મ પ્રમાણે પિતાના જીવનને પવિત્ર બનાવે અને પોતપોતાના ધર્મગ્રંથને જીવનના આચારમાં ઉતારે તે દેશમાં રામરાજ્ય આપઆપ આવી જાય એવી ગાંધીજીની ભાવના હતી.
www.kobatirth.org
For Private And Personal Use Only