Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 12
________________ PH સિહ ગર્જના સદીઓ સુધી સંભળાતી હે વિ.સં. ૧૯૮૫-૮૬નો કાળ જિનશાસનમાં ભયાનક અંધાધૂંધી ફેલાવનારો બન્યો હતો. ધર્મ સાથે વાસ્તવમાં કશો જ સંબંધ નહિ ધરાવતા માણસોના ટોળાં ધર્મના નામનો ઝંડો હાથમાં ઝાલીને નીકળી પડ્યાં હતાં. ઝેરની બાટલી ઉપર દવાનું લેબલ લગાવીને એનું છૂટથી વેચાણ ચાલી રહ્યું હતું. જાણે કે જિનશાસનનો કોઈ ઘણી-ઘોરી ન હોય એની - જેમ ધર્મના નામે અધર્મનો ફેલાવો કરવાનો ધંધો ધમધોકાર ચાલતો હતો. આટલું ઓછું હોય તેમ સમાજમાં વિદ્વાન, સંશોધક, શાસ્ત્ર ભણેલા તરીકે પંકાયેલા કેટલાક સાધુઓનો ' પ્રગર્ટ ટેકો તો કેટલાકના મૂક આશીર્વાદથી આ બધી પ્રવૃત્તિ બેફામ ગતિએ વિનાશ વેરી રહી હતી. “સાધ્વીઓને નર્સ બનાવો, સાધુઓ સમાજની સેવા કરે, સમાજનું ખાય તો સમાજનું કામ કેમ ન કરે ?, હોસ્પિટલો ઊભી કરો, મંદિરો બાંધવાનું શું કામ છે ?, કેળવણી માટે વિદ્યાલયો બનાવવા એ પણ જ્ઞાનની જ પ્રવૃત્તિ છે, શ્રાવકનો દીકરો પૈસા ન કમાય તો ખાશે શું ? નાના છોકરાને દીક્ષા ન અપાય, સમાજ સેવા એ જ મોટો ધર્મ છે” વગેરે પ્રલાપો બ્યુગલ વગાડીને ગામેગામ પ્રચારાતા હતા. બિચારા અબુધ જીવો અને પોતાની જાતને બુદ્ધિજીવી ગણાવીને અભિમાનમાં રાચતા કહેવાતા વિચારકો ડોકી હલાવીને હા એ હા ભણે જતા હતા. જાણે વધસ્થાને નીચે મૂંડીએ હાલી જતું ગાડરોનું ટોળું જ જોઈ લો ! આવી કરુણ હાલત જોઈને કંઈ કેટલા શાસનદાઝ ધરાવતા આરાધક આત્માઓની આંતરડી કકડી ઉઠતી હતી. કંઈ કેટલા શાસનના ધોરી મહાપુરુષોનો પુણ્ય પ્રકોપ જ્વાળામુખીની જેમ ધગધગી રહ્યો હતો. સૌ પોતપોતાની તાકાત અજમાવી જિનશાસનનાં શાસ્ત્રો, શાસ્ત્રીય મર્યાદાઓ, શાસનનાં મૂળભૂત બંધારણો વગેરેનું રક્ષણ કરવા ભગીરથ પુરુષાર્થ આદરી રહ્યા હતા.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 598