Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 10
________________ नमो तित्थस्स नमो तित्थस्स પદ દ્વારા જગદ્ધારક, ત્રિલોકવંઘ, જગદ્ગુરુ અરિહંતો પણ જેને નમસ્કાર કરે છે, તે શ્રીસંઘ કેવો મહાન, મહનીય, સ્તવનીય, સ્પૃહણીય, આદરણીય હોય તે સમજાય તેવી વાત છે. આજ સુધીમાં થયેલા અનેક મહાપુરુષોએ અનેક ગ્રંથોમાં શ્રીસંઘની અન્વય/વ્યતિરેકથી અનેક પ્રકારે સ્તવનાઓ કરી છે. એ જ પરંપરાને અનુસરીને જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, દીર્ઘદર્શી, અમૂઢલક્ષી, સકળ સંઘ તાત્ત્વિક હિતચિંતક, પ૨મા૨ાધ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના “રામવિજયજી” તરીકેના પર્યાયમાં મુખ્યપણે શ્રી નંદીસૂત્ર અને અંતે શ્રી સંબોધ પ્રકરણનું અવલંબન લઈને વર્તમાન કાળના સંદર્ભમાં શ્રીસંઘના સ્વરૂપ અને કર્તવ્યનું યથાર્થ દર્શન કરાવી “માળાનુત્તો સંઘો”ના શરણે રહીને ‘મેસો પુળ અગ્નિસંષાઓ'થી દૂર રહેવાનું ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. વિ.સં. ૨૦૩૯ની આસપાસ જ્યારે એ પ્રવચનોના સંપાદનની જવાબદારી મારા શીરે આવી, ત્યારે તો એક જ મનઃકામના હતી કે, ૧૧૮ પ્રવચનો સુધી લંબાતી આ પ્રવચન શ્રેણીનું સઘ સંપાદન કરી પૂજ્યશ્રીના કરકમળમાં તેને સમર્પિત કરી શકીશ. પરંતુ ભવિતવ્યતાને કાંઈક જુદું જ મંજુર હશે. જેથી પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં માત્ર ચાર ભાગમાં ૯૭ સુધીનાં પ્રવચનો તૈયાર થઈ શક્યાં. અને ચાર ભાગરૂપે છપાઈ બહાર પડ્યાં. પૂજ્યશ્રીની વિદાયને બે વર્ષ જેવો કાળ વીત્યા પછી પણ તે પ્રવચન માળાને ૫

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 598