Book Title: Samvatsari Pratikraman English Author(s): Ila Mehta Publisher: Ila Mehta View full book textPage 9
________________ ધર્મઆરાધકને માટે માર્ગદર્શક ગ્રંથ શ્રી ઈલાબહેન મહેતાની આગવી ધર્મભાવના જ આ ગ્રંથસર્જનનું પ્રેરકબળ છે. યુવા પેઢી સંવત્સરી પ્રતિક્રમણ સમજીને સરળતાથી કરી શકે અને એ રીતે ધર્મ-મર્મની ઓળખ પામે એવો આની પાછળનો એમનો શુભ-મંગલ આશય છે. આવતી પેઢી ધર્મવિમુખ નહીં, બલ્ક ધર્મ અભિમુખ બને, એને માટે એમણે સંવત્સરી પ્રતિક્રમણનાં મૂળ સૂત્રોનો ભાવાનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે. “પ્રતિક્રમણ' શબ્દ “પ્રતિ” અને “ક્રમણ” એમ બે શબ્દોનો બનેલો છે. શાસ્ત્રીય દષ્ટિએ એનો શબ્દાર્થ કરીએ તો “પ્રતિ” એટલે “પાછું” અને “ક્રમણ એટલે “ચાલવું. અર્થાત અહીં પાછા ફરવાની વાત છે. ભૂલા પડેલા પ્રવાસીને એનો સાચો રસ્તો બતાવવાની વાત છે. એક અર્થમાં કહીએ તો સંસારના ભ્રમણમાં ભૂલી પડેલી વ્યક્તિને એના સાચા માર્ગની ઓળખ આપવાનો એનો હેતુ છે. એને આસવના માર્ગમાંથી પાછા વાળી સંવર નિર્જરાના માર્ગ પર પહોંચાડવાનો છે. આથી જ કહેવાયું છે, स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशादगतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ।। પ્રમાદ વગેરે દોષોને વશ થઈને સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલા આત્માને પુનઃ પોતાના (મૂળ) સ્વસ્થાનમાં લાવવાની જે ક્રિયા, તેનું નામ પ્રતિક્રમણ.” આ સ્વસ્થાન અને પરસ્થાન છે શું? સ્વસ્થાન એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં સ્થિરતા અને એમાં ત્રિવિધ યોગે, ત્રિકરણ ભાવે રમણતા એ જીવનું સ્વસ્થાન છે. પોતાનું નિવાસસ્થાન છે. આ સ્વસ્થાનમાં વસવું એટલે શુભ યોગમાં રહેવું કે સ્વભાવદશામાં જીવવું. પરસ્થાન એટલે સ્વસ્થાનમાં જે છે, તેનાથી તદ્દન વિરોધી ભાવોમાં રહેવું તે પરસ્થાન. હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, કષાયો કે ઇન્દ્રિયોની વાસનાઓ વગેરેને વશવર્તીને જીવવું તે પરસ્થાન છે. સંક્ષેપમાં કહીએ તો અઢાર પાપસ્થાનકોમાં રચ્યાપચ્યા રહેવું તે જીવનું પરસ્થાન છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 408