Book Title: Samvatsari Pratikraman English Author(s): Ila Mehta Publisher: Ila Mehta View full book textPage 8
________________ “સંવત્સરી પ્રતિક્રમણરૂપ મહા યોગની સાધના' ભવ્યાત્માઓના હાથમાં આ પુસ્તકનું દર્શન થતાં અત્યંત આનંદની ઉર્મિ પ્રગટ થશે. વિશેષ તો તારક તીર્થંકર પરમાત્માએ બતાવેલ “સંવત્સરી પ્રતિક્રમણ”ની સાધના કેવી રીતે, કેવા ભાવોથી કરવી જોઈએ, તેની સંપૂર્ણ વિધિ અને સમજણથી પરિપૂર્ણ થયેલા એવા આ પુસ્તક માટે કરાયેલો પ્રયત્ન ખુબ ખુબ અનુમોદનીય છે. પ્રતિક્રમણ તે એક મહાન યોગની સાધના છે. અને “સંવત્સરી પ્રતિક્રમણ' દ્વારા વાર્ષિક પાપોનો નાશ કરવા માટે, આમાં બતાવેલ ગણધર ભગવંત રચિત મહાન સૂત્રોને મુખપાઠ કરવા માટે ખુબ જ પ્રયત્ન કરવો જોઈએ. દરેક ભવ્યાત્માઓ આ સાધના તેના અર્થ અને વિધિ અત્યંત આદરપૂર્વક કરી શકે એવી આંતરિક ભાવનાથી ઇલાબેન દીપકભાઈ મહેતાએ જે વિરાટ પ્રયત્ન કર્યો છે તે ઉપરથી વિશ્વના સર્વજીવો પ્રત્યે કેવી ભાવકરૂણા તેમને પ્રગટી છે તે જાણી શકાય છે. આ સૂત્રોની અદભૂત રચના અને તેનો ભાવવૈભવ દરેક જીવોને અમૃતક્રિયારૂપ બને અને આત્મહિત સાધી સર્વ જીવો મોક્ષ માર્ગના સાધક બને. એ જ અભ્યર્થનાપૂ.હિતધર્માશ્રીજી મ.સા.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 408