Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha Author(s): Sevantilal Amthalal Mehta Publisher: Sevantilal Amthalal Mehta View full book textPage 5
________________ પાના નં.૩ પત્ર લખવાની એક શ્રાવક તરીકે મારી અનિવાર્ય ફરજ છે અને પ્રભુ શાસનના ત્રીજા અંગ “ શ્રાવક” તરીકે મારો હકક પણ છે જ. આ વિચારો મારા છે. હું ઘણા પૂજય ગુરુભગવંતો પાસે વંદનાર્થે જતો હોઉ છું. પૂજયશ્રીઓ સાથે એક શ્રાવક તરીકે શાસનના પ્રશ્નો અંગે ચર્ચાઓ પણ થતી હોય છે. પરંતુ આ વિચારો મારા છે. અન્ય કોઈ ગુરૂભગવંતોને આ વિચારો સાથે સાંકળવાનો વિચાર ન કરવા પ્રાર્થના. એક શ્રાવક તરીકે પ્રતિજ્ઞા પૂર્વક ફરી જણાવું છું કે આ વિચારો મારા છે અને વિચારોના પ્રકાશન | પ્રસારણ પછીની તમામ જવાબદારીઓ સ્વભાવિક રીતે જ મારી જ હોય. પત્ર લખવાની એક શ્રાવક તરીકે મારી અનિવાર્ય ફરજ છે અને પ્રભુશાસનના ત્રીજા અંગ શ્રાવક તરીકે મારો હકક પણ છે જ. શ્રાવકો પણ શાસનના પ્રશ્ન અંગે જાગૃત છે તે પણ આપ સૌએ સ્વીકારવું જોઈએ. છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી શ્રાવકોએ મહદ્અંશે વિચારવાનું અને લખવાનું છોડી દીધું છે, વિચાર મંથન, શાસનના પ્રશ્નો અંગે ચિંતન જાણે શ્રાવકોનો વિષય જ નથી, એ સ્થિતિ ઉભી થઈ છે. આ બધું પૂજય આચાર્ય ભગવંતોનું કામ છે તેવું વલણ વિકસ્યુ છે એટલે કોઈ શ્રાવક કંઈ વિચારે, લખે તે તુરંત સ્વીકારી લેવાય તે સ્થિતિ નથી. માટે આ ખૂલાસો ના છૂટકે કરવો પડયો છે. હકારાત્મક પરિણામની આશા છે. હું દ્રઢપણે માનું છું કે કોઈપણ સંવાદ | વિચાર શત્રુંજયના પાવન પહાડ પર રોપાયેલાં આમ્રવૃક્ષ છે, તે વિકસે જ, વિસ્તરે જ. અને કોઈ ન વિકસે તો તે આમ્રવૃક્ષ રોપનાર કે શત્રુંજયની પાવન ધરતી નો દોષ નથી. કદાચ તેનું રક્ષણ કરનાર માળી નો દોષ હોઈ શકે. મને તો આમ્રવૃક્ષો રોપવાના પ્રયાસની તૃપ્તિ છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50