Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 48
________________ પાના નં.૪૬ એક ગુરૂવર્યશ્રીએ વ્યાખ્યાન પાઠ પરથી “ આચાર્ય એટલે મહારાજા, તમો અમારી રૈયત છો....” વિગેરેનું પ્રરૂપણ કર્યું. સુપનના ચડાવા બોલાતા હતા ત્યારે એક ગુરૂવર્યશ્રી ચડાવા જાતે બોલવા લાગ્યા. શ્રાવકો પાસે જઈ ચડાવા બોલવા લગભગ દબાણ કર્યું. આ સંઘમાં હું નરક જેવી વેદના અનુભવું છું. એક સંઘમાં વ્યાખ્યાન ગુરૂવર્યશ્રીની પ્રરૂપણા. બીજી અનેક ઘટનાઓ બની રહી છે, લખતાં પણ ક્ષોભ થાય તેવી, અને એ સૌ જાણે છે, છતાં કોઈ કશું જ કરી શકે તેવી હાલતમાં નથી. શાસનની ગૌરવભરી આવતીકાલ માટે આ બાબતે કશું કરી શકાય ? મૌનની તાકાતને ના નજર અંદાજ કર, ભીતરી તોફાનને ના નજર અંદાજ કર, કદાચ અવિવેકનો વિસ્ફોટ આવી રહ્યો છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50