Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 33
________________ પાના નં.૩૧ ખૂબ ઉડાં - ગહન - તલસ્પર્શી સંશોધનો માટે પ્રયાસ. પ્રશ્ન-૪ વિશ્વના કોઈ પણ ધર્મમાં વસ્તીના અનુપાત (ટકા) પ્રમાણે આપણી પાસે મહાચારિત્રશીલ, અતિ વિનયી, સખત પરિષહ કરનાર જ્ઞાનવૃધ્ધ અને તેજસ્વી યુવા સાધુ-સાધ્વી ધન છે. આ સૌ માં ગજબની જ્ઞાનપિપાસા છે. આ પિપાસાએ અનેક પૂજય સાધુ-સાધ્વીજીઓને અત્યંત જ્ઞાની (અભ્યાસી) બનાવ્યાં જ છે. - વંદના આપણા આ જ્ઞાનને વિશ્વકક્ષાએ ઉજાગર કરી શકાયું નથી. (ભૂતકાળમાં પ્રમાણમાં સારુ કામ થયું. આજે અન્ય સંપ્રદાયો આ ક્ષેત્રે અનુમોદનીય કામ કરી રહ્યા છે.) કારણ એ છે કે જે ગ્રંથોનો અભ્યાસ થાય છે તે ખૂબ જૂના અને પરંપરાગત અભ્યાસ ગ્રંથો છે. ન્યાયના, વ્યાકરણના, કથાઓ, કાવ્યો, અન્ય દર્શન, બધુ જ છેલ્લા ૮૦-૧૦૦ વર્ષથી ચાલ્યું આવે છે. છંદ-નાટક-રૂપક વિગેરેમાં અભ્યાસનો અભાવ જ છે. આપણા ગચ્છમાં નવાં સંશોધનોનો છપ્પનિયો દુકાળ છે. અન્ય સંપ્રદાયોમાં થતાં પી.એચ.ડી. કક્ષાનાં સંશોધનો નેત્ર દિપક છે. પરંપરાગત અભ્યાસ ગ્રંથો ભલે અભ્યાસ ગ્રંથો રહે પણ, આપણા પ્રાચીન ગ્રંથોના ગહન સંશોધન તરફ વળો, ગામડાઓમાં, ખૂણે ખાંચરે, કોઈ ગ્રંથાલયોની પેટીમાં પડેલ ગ્રંથોને ઉજાગર કરવાનો આ સમય છે. આપણા એક પૂજય સાધુ/ સાધ્વીજી ઓછામાં ઓછો ૧૦ કલાક સ્વાધ્યાય કરે છે. કુલ ૯૦૦૦ પૂજય સાધુ / સાધ્વીજી - ૯૦ હજાર કલાકનો રોજે સ્વાધ્યાય, મહિને ૨૭ લાખ કલાકનો સ્વાધ્યાય – આ સમય સમગ્ર વિશ્વ સાહિત્યનું પરિશીલન થઈ શકે તેટલો સમય છે. પણ..પણ.. આપણે રોજે એક પવિત્ર વાકય સાંભળીએ છીએ. અમારા, આગમ સાહિત્યમાં જગતના તમામ વિષયોને સમાવેશ થયો છે અને તમામ સમસ્યાનો ઉકેલ પણ ત્યાં જ છે, ખરું જ છે. પણ માત્ર આ વાકય વારંવાર શ્રાવકોને સંભળાવવાથી પ્રભૂવાણી વિશ્વ કક્ષાએ પહોંચી શકે નહી. ઉકેલ માટે પ્રયત્નશીલ થઈએ. આપ મુમુક્ષુ ને દીક્ષાની પાવન ક્ષણોએ કાનમાં પવિત્ર નંદીસૂત્ર ફરમાવી છે. આ જ પાવન ક્ષણોએ તેને જીવનભરના ગહન અભ્યાસ માટે એક ગ્રંથનું નામ પણ કાનમાં આપો. તે બધું જ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50