Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 36
________________ પાના નં.૩૪ પૂજય સાધ્વીજી સંસ્થાની ઉન્નતિના પ્રયાસો. પ્રશ્ન-૬ બ્રાહિમ, સુંદરી અને રાગથી તરબોળ રથનેમિ ને સન્માર્ગે વાળનાર રાજીમતિ, ચંદનાજી, રેવતીજી અને યાકિની મહત્તા નાં આ વારસદારો, ૬૮૦૦ થી વધુ સંખ્યા ધરાવતી અત્યંત પવિત્ર અને અભૂત સંસ્થા છે આ. મહાચારિત્રશીલ, અત્યંત વિનયી, સતત સ્વાધ્યાયી, તપસ્વી, પરીસહની કોઈ પરવા નહી, શ્રી સંઘ વિશ્વની આ શ્રેષ્ઠ સાધ્વી સંસ્થાનો કોઈ જ ઉપયોગ કરી શકતો નથી, કરી રહ્યો નથી. સાધ્વીજી ભગવંતો ઈચ્છે તો પણ વર્તમાન નિયમોના સખત માળખામાં તેઓ કોઈ રીતે ઉપયોગી થઈ શકે તેમ નથી. ૬૮00 થી વધુ સંખ્યાનું આવું શકિતવંત દળ આટલું નિષ્ક્રિય કેમ ? અત્યારે પૂજય સાધ્વીજી ભગવંતો પાસે પૂજય સાધુ ભગવંતોના ગ્રંથોનાં પ્રફ સુધારવાનું, ૨૫-૩૦ શ્રાવિકાઓને શ્રીપાળ રાજાનો રાસ સંભળાવવાનું કે એકાદ કથા પર વાત કરવાનું, જો કોઈ સંસારી સંબંધી સાધુ ભગવંત સાથે હોય તો માંડમાંડ ગોઠવાતી બાલિકા શિબિર કરવાનું અને પાતરાં રંગવાનું કામ, ઓઘા અને ચરવળાની દશી ગૂંથવાનું કામ બચ્યું છે, આઘાતજનક સ્થિતિ છે, સાધ્વીજી ભગવંતોની મનોસ્થિતિની તો કલ્પના જ કરવી રહી. એક અત્યંત પ્રજ્ઞ પૂજય સાધ્વીજી ભગવંતે નવ્ય ન્યાયના અભ્યાસ દરમ્યાન સરસ નોંધ તૈયાર કરી, ખૂબ સરસ. અધ્યાપકશ્રીએ આ નોંધ પુસ્તકારે પ્રગટ કરવાનું વિચાર્યું, એક જ્ઞાની આચાર્ય ભગવંતે આ નૈધ વધાવી, પણ આ નોંધ લખનાર, સખત મહેનત અને પૂર્ણ પ્રજ્ઞાથી તૈયાર કરનાર પૂ.સાધ્વીજીએ આ ગ્રંથમાં કયાંય પોતનું નામ ન આવે તેવી વિનંતી કરી, આ સ્થિતિ કેમ? વિચારીએ. “ આવા સંજોગોમાં જૈન સમાજના રક્ષક સમા અને ત્યાગમાર્ગના મંગલ આદર્શ જેવાં પૂજય સાધ્વીજી મહારાજ જે લોકોને જ્ઞાન દ્રષ્ટિ આપવા કટીબધ્ધ થશે તો સંભવ છે કે આજના કાળના ભડકામાંથી જૈન દર્શનને બરાબર બચાવી શકાશે.” ત્યાગની દ્રષ્ટિ એ વિચારવામાં આવે તો ધર્મદેશના દેવાનો અધિકાર કોઈ પણ ત્યાગી ને હોય છે, પછી તે સાધુ હોય કે સાધ્વી હોય”. મેહનલાલ ચુનીલાલ ઘામી - સંવત ૨૦૧૦

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50