Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 28
________________ પાના નં. ૨૬. ખૂબ વિહાર, ખૂબ કાર્યક્રમો, ખૂબ અનુષ્ઠાનો પ્રશ્ન-૧ વિહાર કરતી વખતે થતાં અકસ્માતોનો આઘાત જનક પ્રશ્ન છેલ્લા દસકા થી આપણી સામે આવ્યો, આપણે મહામૂલૂ શાસન ધન ગુમાવ્યું. રેતીમાં માથુ છૂપાવવા જેવી એક અત્યંત નબળી દલીલ આપણે શાધી કાઢી, અનોપ મંડળ. આ કમનસીબ ઘટનાઓનાં ખરાં કારણો આપણે જાણીએ છીએ.“ આ કાર્યક્રમ, અનુષ્ઠાન, દીક્ષા સમારંભ માટે પૂજય શ્રી ૨૦ દિવસમાં પાંચસો કિ.મી.નો વિહાર કરી અત્રે પધારેલ છે. ” આ જાહેરાતને સભા તાળીઓથી વધાવે છે. યોગ્ય છે? યોગ્ય છે? ના. મોટા ભાગના ઉગ્ર અને ખૂબ કિ.મી.ના વિહાર, કાર્યક્રમો અને અનુષ્ઠાનો માટે થાય છે. વધુ વિહાર, સતત વિહાર થી થતાં અનેક નુકશાનોથી બધાજ પક્ષો સુવિદિત છે. એટલે એ ચર્ચાનો અહીં કોઈ અર્થ નથી. ઉકેલ છે. (૧) દરેક સમુદાય સમગ્ર સુમદાયમાં થતી દિક્ષાઓ વર્ષમાં એક વખત “ સમુહ દિક્ષા સમારોહ ” માં કરે. ખર્ચ, સમય, કંકોત્રીઓ, વિહાર, શ્રાવક, શ્રાવિકાઓની દોડધામ બધુ જ સીમિત થશે. મને અનુભવ છે. ૩000 થી ઓછા પરિવાર, ૨0000 થી ઓછી વસ્તી વાળા મારા વાવ પથક સમાજે વર્ષીતપનાં સામુહિક પારણાંની વ્યવસ્થા છેલ્લા ૧૫ વર્ષથી કરી છે. આ સમાજે એક જ વર્ષીતપનાં ૧૬૦ થી વધુ તપસ્વીઓનાં સામુહિક પારણાં પાલીતાણા કરાવ્યાં છે. તમામને રહેવાની સગવડ, ત્રણ દિવસ જમવાની સગવડ, તપસ્વીઓનું ગૌરવપૂર્ણ બહુમાન અને પારણાં અંગેની તમામ આનુસંગીક સગવડો - કુલ હાજરી ૭૦૦૦ થી વધુ, કુલ ખર્ચ દ0/- (સાંઈઠ લાખ પૂરા) લાખ થી ઓછો. આ વ્યવસ્થાનો લાભ પૂરો સમાજ છેલ્લા ૧૫ વર્ષથી લે છે. ૨૯ સમુહ દીક્ષા નો (પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરિજી ) સૂરત થયેલ સમારોહ માં સમસ્ત સુરતના ચારેય સંપ્રદાયની સાધાર્મિક ભકિત, ૨૦૦ શ્રી સંઘોને આમત્રણ વખતે બહુમૂલ્ય ભેટ, લગભગ દ0000 થી વધુ શ્રાવક | શ્રાવિકાની ઉપસ્થિતિ, ખૂબ મર્યાદિત ખર્ચ, સમયનો, વિહારનો બચાવ, અને ખૂબ શાસન પ્રભાવના. અતિ ખર્ચાળ, ભવ્ય, પ્રચારીત દીક્ષા સમારોહને બદલે, ગૌરવપૂર્ણ ભાવ ભર્યા સમારોહની અહીં વાત છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50