Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta
View full book text
________________
પાના નં.૧૭
(૪)
સંવત ૨૦૪૪ નું સંમેલન ઃ
પૂજય આ.ભ.શ્રી હિમાંશુસૂરિ નાં આયંબીલ, પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરિનો નાનકડો પત્ર અને સંવત ૨૦૪૨ ના પરંકને માન્યતા આપનારા શ્રમણોનું મિલન કરવાનું હતું. મિલન વખતે જિનશાસનના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવાની પૂજય આચાર્ય શ્રી ભદ્રંકરસૂરિ ની ભાવના હતી. સંવત ૨૦૪૨ ના પટ્ટકના પૂજય આચાર્ય ભગવંતો સમક્ષ તેઓશ્રીએ આ ભાવના વ્યકત કરી. સૌ પૂજય આચાર્ય ભગવંતો આવ્યા, કેટલાકે પ્રતિનિધિ મોકલ્યા અને સં.૨૦૪૪ માં બધાનું અમદાવાદ પંકજ સોસાયટી મધ્યે ચૈત્ર સુદ છઠે મિલન થયું. જિનશાસનના અન્ય કામોની પણ વિગત જાણી અમદાવાદ સ્થિત અન્ય પૂજય ગુરૂભગવંતોને પણ વિનંતી થતાં સૌ ચૈત્ર સુદ દશમના રોજ પંકજ સોસાયટીના ઉપશ્રયે મળ્યા. ઓળીના દિવસો પૂર્ણ કરી ફરી ચૈત્ર વદ બીજ ના મળ્યા.
આ સંમેલનમાં ૨૧ ઠરાવો થયા. આ ઠરાવો પણ માત્ર માર્ગદર્શક ઠરાવ હતા, ક્યાંય આજ્ઞા કે આદેશ નથી. દેવદ્રવ્ય અંગે ખૂબ વિગતે સ્પષ્ટતાઓ થઈ. ઠરાવોના અમલીકરણ માટે કોઈ વ્યવસ્થિત આયોજન કે નિયોજન થયું નથી. લગભગ એક પણ ઠરાવ અંગે આગળ કાઈ જ કાર્યવાહી થઈ નથી. દા.ત. ઠરાવ ૧. સામુદાયિક વાચના :- થોડાક જ સમુદાયોમાં આનંદિત થઈએ તે રીતે વાચના થાય છે. ઠરાવ ૨. મુનિજીવનનો પ્રારંભિક પાઠયક્રમ :- કોઈજ અધિકૃત સર્વમાન્ય પાઠયક્રમ આજ સુધી નથી. ઠરાવ ૩. મુમુક્ષુ ભાઈ બહેનો માટે વિદ્યાપીઠ :- કંઈક થયુ નથી.
ઠરાવ ૪. પાઠશાળાના સર્વાંગીણ વિકાસ માટે વિચારણા :- કશું જ થયુ નથી.
ઠરાવ ૫. સ્પંડિલ માત્ર પરઠવા અંગેઃ- કશું જ વિચારાયું નથી.
ઠરાવ ૬. વૃધ્ધ અને ગ્લાન સાધુ-સાધ્વીઓનો સ્થિર વાસ :- કોઈ જ પ્રગતી નથી.
ઠરાવ ૭. સાધ્વી વૃંદની જ્ઞાનાદિક પુષ્ટિ :- કોઈ જ વ્યવસ્થિત આયોજન નથી. ઠરાવ ૮. શ્રાવકોની મધ્યસ્થ સમિતિ - કયાં છે ?
:
ઠરાવ ૯. આચાર્ય ભગવંતોની પ્રવર સમિતિ ઃ- છે ? છે તો તેના કાર્યની કોઈ માહિતી શ્રીસંઘ ને નથી. ઠરાવ ૧૦, રાજકારણમાં જૈનોનો પ્રવેશ - ? ? ?
:
ઠરાવ ૧૧. જીર્ણમંદિરોના જીણોદ્ધારની પ્રેરણા :- નવાં બને છે.
ઠરાવ ૧૨. દેવદ્રવ્યની વ્યવસ્થા ઃ- આ એક ઠરાવ થયો, સ્પષ્ટ થયા, અને પળાય છે.
ઠરાવ ૧૩. ગુરૂદ્રવ્યની વ્યવસ્થા ઃ- આ ઠરાવ થયો, સ્પષ્ટ થયો, પળાય છે.
તિથિ અંગે થયેલો ઠરાવ છેલ્લાં ૯૦-૧૦૦ વર્ષથી ચાલતી કડવાશનો શ્રેષ્ઠ ઉકેલ હતો. અને એકાદ અપવાદ બાદ કરતાં તમામ સમુદાયો સ્નેહી બન્યા અને એટલે જ તિથિ, દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય અંગે થયેલા ઠરાવોને કારણે આગળનાં બંને સંમેલનો કરતાં સં.૨૦૪૪ નું ખૂબ સફળ રહ્યું તેમ નિર્વિવાદ કહી શકાય.