Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 12
________________ પાના નં.૧૦ (૩). ' (૫) ઠરાવ પધ્ધતિના નિયમ અંગે સૌની સંમતિ અનિવાર્ય પણે હોવી જોઈએ. હાજર રહેવાના નિયમો: સંમેલનમાં કયા સમુદાયના કુલ કેટલા ગુરૂભગવંતો ઉપસ્થિતિ રહી શકે તે અંગે નિયમો બનાવવા અત્યંત જરૂરી છે. અહી આચાર્ય ભગવંતોની સંખ્યા નહી, કુલ ગુરૂ ભગવંતોની સંખ્યા ધ્યાનમાં લેવા યોગ્ય છે. સમુદાયના કુલ ગુરૂ ભગવંતોની સંખ્યાના ૫% ગુરૂ ભગવંતોનો સમાવેશ કરવા યોગ્ય છે. આ સંખ્યામાં પદસ્થો અને અથવા મુનિ ભગવંતો પણ ઉપસ્થિત રહી શકે તે રીતે નિયમ બનાવી શકાય. નેતૃત્વ : પૂજય તપાગચ્છાધિપતિશ્રી સંમેલનમાં ઉપસ્થિત રહેનાર નથી. ત્યારે સંમેલનના નેતૃત્વનો નિર્ણય લેવાયો છે ? આજ સુધી આ અંગે કોઈ નિર્ણય નથી થયો, તુરંત થાય તે જરૂરી છે. જેથી સંમેલનની સમગ્ર કાર્યવાહીનું પૂરેપુરું સંકલન થઈ શકે. સંચાલન : સંવત ૨૦૪૪ ના સંમેલનમાં ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી રામસૂરિજી મ.સા. સંમેલનના અધ્યક્ષ હતા, નેતૃત્વ સંભાળ્યું હતું, અને પૂરા ગૌરવથી નિભાવ્યું હતું. સંમેલનનું રોજેરોજનું સંચાલન પૂ.આ.ભ.શ્રી ૐકારસૂરિજીએ પ્રભાવક રીતે નિભાવી જાણ્યું. સંવત ૨૦૭૨ ના સંમેલન સમયે નેતૃત્વ અને સંચાલન અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ નિર્ણય જેટલા ઝડપથી લેવાશે સંમેલન તેટલીજ ઝડપથી સફળતા તરફ દ્રઢ પગલાં માંડશે. સંવત ૧૯૯૦ અને સંવત ૨૦૧૪ ના સંમેલન માં સંમેલનના અધ્યક્ષ કે સંચાલક અંગે કોઈ સ્પષ્ટતા નથી. સંવત ૧૯૯૦ ના સંમેલનના પ્રથમ દિવસે આ અસ્પષ્ટતાના કારણે બે પૂજય આચાર્ય ભગવંતોએ માંગલિક સંભળાવ્યાં હતાં. આ પહેલાં પટણા વાચના અને તે પછીનાં શ્રુતરક્ષાનાં સંમેલનમાં માત્ર અધ્યક્ષીય નિશ્રા હતી. એક પૂજયશ્રીની અધ્યક્ષતા અને સંચાલનથી પણ સંમેલન થાય તે પરંપરા છે અને સંવત ૨૦૪૪ ની પરંપરા પણ છે, નિર્ણય લેવાનો સમય થઈ ગયો છે. વ્યવસ્થા : પાટણી (પટના) વાચનાથી વલભીપુર વાચના સુધીની - પ વાચનાઓ મુખ્યત્વે શ્રુતરક્ષા માટે હતી અને તે તમામ સંમેલનોમાં શ્રી સંઘે ભજવેલી અગત્યની ભૂમિકાના સ્પષ્ટ ઉલ્લેખ છે. પૂજય ભદ્રબાહુસ્વામીજી ને પૂ.સ્થૂલભદ્રસૂરિજી ને પૂર્વનો અભ્યાસ કરાવવાની આજ્ઞા શ્રી સંઘે કરી હતી, વલભીપુરમાં પ00 આચાર્ય ભગવંતોને ખૂબ લાંબા સમય સુધી શ્રી સંઘે આપેલી સેવાઓ, શ્રત અક્ષરારૂઢ થયા બાદ તેના રક્ષણ માટે યોગ્ય સ્થળોની શોધ શ્રી સંઘે કરી હતી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50