Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 4
________________ सयणे य जणे य समो જન અને સ્વજનનો ભેદ મરી જાય એટલે સાધુનો જન્મ થાય છે. 34 પારાયો મUITરિ - નું ખરું તાત્પર્ય આ જ છે. બહારનું ઘર અને ભીતરનું ઘર કથાશેષ થઈ જાય એટલે અણગારનું સર્જન થાય. ઘર શું છે ? મારાપણાની સંવેદનાનો જે વિષય હોય તે ઘર. કેટલીક વાર મોટી ઉંમરે દીક્ષિત થયેલાઓને સાંસારિક મમત્વો છોડવા વધુ અઘરા પડતા હોય છે. માટે જ એક સ્વર્ગસ્થ ગચ્છાધિપતિશ્રી કહેતા હતા – “ઘરડાઓ ઘર લઈને આવે છે.” તાત્ત્વિક દૃષ્ટિએ મમત્વ એ જ ઘર છે. મળવા આવેલી વ્યક્તિ જો મને “મારી લાગે છે, તો એ મારું ઘર છે. કામળી મનગમતી છે, તો એ મારું ઘર છે. દેહાધ્યાસ હજી છૂટ્યો નથી તો દેહ એ મારું ઘર છે. પન્ના આગમો કહે છે કે સાધુનું મરણ એ પંડિતમરણ છે. સાધુ એટલે પંડિત. પછી એ ભલે ને માસતુસ મુનિ હોય, તો ય એ પંડિત. શરત એટલી જ, કે એમનું ઘર છૂટી ગયું હોવું જોઈએ. ઘર લઈને બેઠેલો પ્રકાંડ વિદ્વાન કહેવાતો હોય, તો ય એ બાલ... બાળક... અણઘડ... અજ્ઞ. આચારાંગચૂલિકામાં કહ્યું છે - विओसिरे विण्णू अगारबंधणं તું વિદ્વાન હો, તો ઘરના બંધનને પૂર્ણપણે છોડી દે આ જ તારી વિદ્વત્તાનું સૂચક લક્ષણ છે. સ્વજન માટે વૈરાગ્યશતક કહે છે - SUIGધUામેવું. આ એક સૂક્ષ્મબંધન છે - અદશ્ય પાશ. જે જીવને સંસારમાં જકડી રાખે છે. सयणे य जणे य समो_

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20