________________
બીજો પડોશી વિચારે છે. આ કેટલો સુખી ! એને કેટલી શાંતિ ! મનફાવે એમ જીવી શકે. ચાહે ત્યારે ગમે ત્યાં જઈ શકે. હું તો ન સુખે ખાઈ શકું, ન સુખે સૂઈ શકું, ન સુખે જીવી શકું. આ બધાંનો ઉધમાટ શાંત કરવા જતાં ખરેખર નાકે દમ આવી જાય છે.
ગરીબને શ્રીમંતનો બંગલો જોઈને ઈર્ષ્યા આવી જાય છે. પણ શ્રીમંતને જ્યારે દીકરો માન આપવાને બદલે ગાળ આપે છે, દીકરી જ્યારે આઉટલાઈન પર જાય છે, અને આત્મીય મિત્રોનું સ્થાન લાલચુ ચમચાઓ લઈ લે છે. ત્યારે એ શ્રીમંતને પોતાનો બંગલો ઝૂંપડા કરતા પણ બદતર લાગે છે. ફૂટપાથની એક સાઈડમાં સાથે બેસીને જમતાં ગરીબના પરિવારને જોઈને એની આંખના ખૂણા ભીંજાઈ જાય છે.
जो जितना बडा उतना ही अकेला होता है, चहेरे पर मुस्कान लगाकर मन ही मन रोता है ।
સાચું સુખ એ છે, જેનું કોઈ કારણ નથી. સાચું સુખ હંમેશા સહજ હોય છે. કારણથી મળેલ સુખ કારણની વિદાય સાથે વિદાય લઈ લે છે અને માણસને પહેલા કરતા પણ વધુ દુઃખી કરી દે છે. વાસ્તવિકતા જ્યારે આ જ છે. ત્યારે કારણને આધારે કોઈના સુખની કલ્પના કરવી એ ગેરસમજ સિવાય બીજું કશું જ નથી. એ કલ્પના જ્યારે તુલના બને છે, ત્યારે કરુણતાનું સર્જન થાય છે, ને એ તુલના જ્યારે સ્પર્ધા બને છે, ત્યારે એ કરુણતાના ગુણાકારો થઈ જાય છે.
સાધન-સામગ્રી અને સંપત્તિ પાછળની દોટ એ શુદ્ધ દુઃખનો રસ્તો છે. સુખી થવું હોય તો એક સરસ મજાનો રસ્તો છે. રોજ તમારી ગઈકાલ સાથે સ્પર્ધા કરો. ગઈ કાલે તમારી પાસે જેટલી સાધન-સામગ્રી અને સંપત્તિ હતી, આજે એના કરતાં ઓછી સાધન-સામગ્રી અને સંપત્તિ હોય, એવો પ્રયાસ કરો. ભગવાન મહાવીરે આને પરિગ્રહ-પરિમાણ વ્રત કહ્યું છે. આપણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ, એ આપણી ગેરસમજ છે. હકીકતમાં વસ્તુઓ આપણો સંગ્રહ કરતી હોય છે. સુખની સંતાકૂકડી .
૧૪