Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar
Catalog link: https://jainqq.org/explore/034139/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ ॥ આયો ગુજ્વદુમાળો // સમજા જીવન્મુક્તિની અનુભૂતિ પ્રિયમ્ अहो श्रुतम् શા. બાબુલાલ સરેમલજી સિદ્ધાચલ બંગ્લોઝ, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો. ૯૪૨૬૫૮૫૯૦૪ ahoshrut.bs@gmail.com Page #2 -------------------------------------------------------------------------- ________________ * अप्पइन्ने जे स भिक्खू ॐ ઘટના માટેનો આંચકો એ એક અભિમાન છે, કે આવું થઈ જ ના શકે. આ અભિમાન ન હોય, તો આંચકો થાય જ નહીં. અભિમાન આ છે - “મારા ધાર્યા મુજબ જ થવું જોઈએ.” ધારણા અને ઘટના આ બે વચ્ચે જેટલું વધુ અંતર હોય, એટલો એ આંચકો વધુ મોટો હોય છે. આંચકાને ભૂલ ન કહી શકાય, ભૂલ તો ધારણામાં છે. ધારવું એ જ ભૂલ. માટે જ આગમ કહે છે - 4u – ખરો સાધુ એ જેને કોઈ અભિપ્રાય નથી, ધારણા નથી. એક કવિએ પ્રાર્થના કરી છે – હરિ ! હું તો એવું માગું મોત આમ થયું હોત ને તેમ થયું હોત એવી અંત સમયે ન હોય ગોતાગોત. હરિ ! હું તો એવું માંગું મોત. હોત’નો અર્થ છે કલ્પના અને કલ્પનાનો અર્થ છે શૂન્ય. જે નથી એ છે કલ્પના. આ છે હોત. બરાબર આનો જ એક ભાઈ છે - આવું હોવું જોઈએ.’ આ પણ એક કલ્પના જ છે, જે નથી. જે છે શૂન્ય. ભારત અમેરિકામાં હોત તો કેવું ?' અમેરિકા ભારતમાં હોવું જોઈએ.” જેવા આ વિચારો છે. તેવા જ દરેક ‘હોત’ અને ‘હોવું જોઈએ अप्पइन्ने जे स भिक्खू Page #3 -------------------------------------------------------------------------- ________________ છે ના વિચારો છે. અષ્ટાવક્રગીતામાં આ રોગની એક સરસ દવા આપી યથાપ્રામવર્તિતા. સહજ આવેલા સંયોગોમાં સહજ જીવન જીવવાની કળા. ભગવદ્ગીતા જેને અતીતાનનુસ્મૃતિ અને અનાગતાનાકાંક્ષા કહે છે, તે આ દશા છે. જેમાં સુખ સિવાય બીજું કશું જ નથી. સુખ ખાતર કલ્પના અને ધારણા કરવી, એ જીવવા ખાતર ઝેર ખાવા જેવી ઘટના છે. સવ્પન્નેની અસ્મિતા મળી જાય તો સુખ આત્માને સ્વાધીન જ છે. ૩ -સમતા Page #4 -------------------------------------------------------------------------- ________________ सयणे य जणे य समो જન અને સ્વજનનો ભેદ મરી જાય એટલે સાધુનો જન્મ થાય છે. 34 પારાયો મUITરિ - નું ખરું તાત્પર્ય આ જ છે. બહારનું ઘર અને ભીતરનું ઘર કથાશેષ થઈ જાય એટલે અણગારનું સર્જન થાય. ઘર શું છે ? મારાપણાની સંવેદનાનો જે વિષય હોય તે ઘર. કેટલીક વાર મોટી ઉંમરે દીક્ષિત થયેલાઓને સાંસારિક મમત્વો છોડવા વધુ અઘરા પડતા હોય છે. માટે જ એક સ્વર્ગસ્થ ગચ્છાધિપતિશ્રી કહેતા હતા – “ઘરડાઓ ઘર લઈને આવે છે.” તાત્ત્વિક દૃષ્ટિએ મમત્વ એ જ ઘર છે. મળવા આવેલી વ્યક્તિ જો મને “મારી લાગે છે, તો એ મારું ઘર છે. કામળી મનગમતી છે, તો એ મારું ઘર છે. દેહાધ્યાસ હજી છૂટ્યો નથી તો દેહ એ મારું ઘર છે. પન્ના આગમો કહે છે કે સાધુનું મરણ એ પંડિતમરણ છે. સાધુ એટલે પંડિત. પછી એ ભલે ને માસતુસ મુનિ હોય, તો ય એ પંડિત. શરત એટલી જ, કે એમનું ઘર છૂટી ગયું હોવું જોઈએ. ઘર લઈને બેઠેલો પ્રકાંડ વિદ્વાન કહેવાતો હોય, તો ય એ બાલ... બાળક... અણઘડ... અજ્ઞ. આચારાંગચૂલિકામાં કહ્યું છે - विओसिरे विण्णू अगारबंधणं તું વિદ્વાન હો, તો ઘરના બંધનને પૂર્ણપણે છોડી દે આ જ તારી વિદ્વત્તાનું સૂચક લક્ષણ છે. સ્વજન માટે વૈરાગ્યશતક કહે છે - SUIGધUામેવું. આ એક સૂક્ષ્મબંધન છે - અદશ્ય પાશ. જે જીવને સંસારમાં જકડી રાખે છે. सयणे य जणे य समो_ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વજન કદી બહાર હોતો જ નથી. પંચસૂત્રના શબ્દોમાં सव्वे सत्ता ढोढ બધાં જીવો જુદાં જુદાં છે. સ્વજનત્વ એ મનના મમત્વની નીપજ છે. મમત્ત વંધારાં અને આ મમત્વ એને બાંધી રાખે છે. આવશ્યકનિર્યુક્તિ કહે છે તું સ્વજન અને જન એ બંનેમાં સમાન બની જા. કારણ કે હકીકતમાં એ બંને સમાન જ છે. ૫ - - -સમતા Page #6 -------------------------------------------------------------------------- ________________ * सहजानन्दता सेयम् * અકૃત્રિમ આનંદ શું વસ્તુ છે ? આત્મરણિતામાં ઝૂમવું એટલે હકીકતમાં શું ? મનને મન ન રહેવા દેવું એ શું ? યોગસારમાં આ ત્રણે પ્રશ્નોનો એક જ જવાબ આપ્યો છે - सहजानन्दता सेयं, सैवाऽऽत्मारामता मता | उन्मनीकरणं तद्यन्, मुनेः समरसे लयः ।। એ જ છે સહજ આનંદ, એ જ છે આત્મરમણતા અને એ જ છે ઉન્મનીકરણ. શું ? મુનિનો સમરસમાં લય. ષોડશકટીકામાં કહ્યું છે – રસશબ્દો માવવાવ: - “રસ' આ શબ્દ અહીં ભાવવાચક છે. સમરસમાં લય એટલે સમતામાં લય. યાદ આવે નારદપરિવ્રાજક ઉપનિષદ્ - अद्य जातां यथा नारी तथा षोडशवार्षिकीम्.... નારી ચાહે આજે જન્મી હોય, ચાહે એ સોળ વર્ષની હોય કે ચાહે એ સો વર્ષની હોય, સાધુને બધું જ સરખું લાગે. ગામ હજી ચાર ડગ આગળની વાત કરે છે - जे आसवा ते परिसवा जे परिसवा ते आसवा जे अणासवा ते अपरिसवा जे अपरिसवा ते अणासवा આશ્રવ એ સંવર. સંવર તે આશ્રવ. અનાશ્રવ એ અસંવર. અસંવર તે અનાશ્રવ. सहजानन्दता सेयम् Page #7 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સ્પષ્ટતા કરે છે भवनिर्वाणहेतूनां, वस्तुतो न विपर्ययः । अज्ञानादेव तद्भानं, ज्ञानी तत्र न मुह्यति ॥ વાસ્તવમાં ભવહેતુ અને મોક્ષહેતુમાં કોઈ વિપર્યય નથી. વિપર્યાસ લાગે છે અજ્ઞાનથી. જ્ઞાની એમાં મોહાતો નથી. યોગશતકટીકામાં આ જ ધારાનું એક ઉદ્ધરણ છે धर्मरागादपि મુનિરમુનિઃ - ધર્મના રાગથી ય મુનિ મુનિ તરીકે મટી જાય છે. સામાયિક તો છે પરમસામ્યની દશા. અભ્યાસ સમભાવથી માંડીને આ પરમ-સમભાવ સુધીની યાત્રા એ જ અંતરંગ મોક્ષયાત્રા છે. આ જ છે આનંદયાત્રા. આ જ છે રામણ્યયાત્રા. આ જ છે ઉન્મનીભાવયાત્રા. મુનેઃ સમરસે તયઃ । બીજી બધી જ સાધનાઓ ખરા અર્થમાં આ અંતરંગ સાધ્યની સિદ્ધિ માટે જ છે. - -સમતા Page #8 -------------------------------------------------------------------------- ________________ भवे च मोक्षे समतां श्रयन्तः ॐ જે માણસ સાંભળતો જ નથી, એના માટે બધા શબ્દો સરખા જ છે. જે માણસ જોતો જ નથી, એના માટે બધા દશ્યો સરખા જ છે. ભોજનક્રિયા સાથે જેનું મન જોડાયેલું નથી, એના માટે બધાં ભોજનો સરખા જ છે. સુખ અને દુઃખ જેના માટે ઉપેક્ષાપાત્ર છે, એના માટે સંસાર અને મોક્ષ બંને સરખા જ છે. યાદ આવે અષ્ટાવક્રગીતા - हातुमिच्छति संसारं - रागी दुःखजिहासया । वीतरागो हि निर्मुक्त- स्तस्मिन्नपि न खिद्यति || રાગી સંસારને છોડવા ઈચ્છે છે, કારણ કે એ દુઃખને છોડવા ઇચ્છે છે. વીતરાગ રાગ અને દ્વેષથી પૂર્ણપણે મુક્ત હોય છે. માટે તેમને સંસાર માટે ય કોઈ ખેદ હોતો નથી. विरक्तो विषयद्वेष्टा, रागी विषयलोलुपः । ग्रहमोक्षविहीनस्तु, न विरक्तो न रागवान् || વિરાગીને વિષયોનો દ્વેષ છે. રાગીને વિષયોનો રાગ છે. પણ જેને વિષયોને લેવા કે મુકવાની કોઈ પડી જ નથી, એને નથી વિરાગ કે નથી રાગ. આ છે વીતરાગ દશા. ત્યાગ દશા અને વિરાગ દશા એ એના પગથિયા છે. પગથિયા કદી નડતર પણ નથી હોતા અને કદી મંઝિલ પણ નથી હોતા. પગથિયા હંમેશા માધ્યમ હોય છે. નડતર છે અસહ્ય ભોગ. નડતર છે રાગ. નડતર છે લોલુપતા. નડતરો જતાં રહે, અને પગથિયાનો આદર થાય, તો એક દિવસ મંઝિલ મળવાની જ છે. શ્રુતજ્ઞાનના ઉદ્દેસા - સમુદ્રેસા – અનુજ્ઞાની વિધિ હોય છે. શેષ જ્ઞાનોની નહીં. એ રીતે ત્યાગ અને વિરાગ દશાનો પુરુષાર્થ મ ૨ મો સમતાં શ્રયન્ત: – ૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ હોય છે. વીતરાગ દશાનો નહીં. શ્રુતજ્ઞાનને માટે કરેલો પ્રબળ પુરુષાર્થ જેમ શેષ જ્ઞાનોના વિકાસને સાધી આપે છે એમ ત્યાગ-વિરાગ દશા માટે કરેલો પ્રબળ પુરુષાર્થ વીતરાગ દશાને સાધી આપે છે. વૈરાગ્યકલ્પલતા કહે છે તેમ - વે ૬ મોક્ષે સમતાં શ્રયન્તઃ સંસારમાં અને મોક્ષમાં – બંનેમાં સમભાવી આ દશા અહીં સાકાર થાય છે. - ૯ 1 -સમતા Page #10 -------------------------------------------------------------------------- ________________ * एकान्तभद्रकम् પરિમાણની પરાકાષ્ઠા એ આકાશ છે, એમ ધર્મની પરાકાષ્ઠા એ સામાયિક છે. આગમ કહે છે समभावो सामाइयं । સમભાવ એ સામાયિક. નિરવચ્છિન્ન સમભાવ. નિરપવાદ સમભાવ. જ્યાં તૃણ અને મણિ સમાન છે. સુંદરી અને વાંદરી પણ સમાન છે. સુખ અને દુઃખ પણ સમાન છે અને ભવ અને મોક્ષ પણ સમાન છે. વિકલ્પભેદના કારણે જ વસ્તુભેદનો પ્રતિભાસ થતો હોય છે. જ્યારે વિકલ્પો જ ન રહે, ત્યારે દરેક વસ્તુમાં સમાન પ્રતિભાસ જ શેષ રહે છે. વિકલ્પો વિકલ્પો તરીકે પરખાઈ જાય, પછી તેમના હોવા ન હોવા વચ્ચે ફેર રહેતો નથી. વિકલ્પ = કલ્પના = શૂન્ય. જે નથી એ કલ્પના છે. હકીકતમાં કરેલો આભિમાનિક ઉમેરો એ કલ્પના છે. ગુલાબજાંબુ મીઠાં છે, એ હકીકત છે. એ સારા છે એ કલ્પના છે. સ્ત્રી જુવાન છે, એ હકીકત છે. એ શુચિ છે એ કલ્પના છે. પૈસામાં ખરીદશક્તિ છે એ હકીકત છે. પૈસા સર્વસ્વ છે એ કલ્પના છે. હકીકત કદી પણ સામાયિકમાં બાધક નથી બનતી. કલ્પના જ બાધક બને છે. તત્ત્વમાંથી અતત્ત્વમાં તાણી જવાનું કામ કલ્પના જ કરતી હોય છે. અધ્યાત્મસારમાં કહ્યું છે एकान्तभद्रकम् - कल्पनामोहितो जन्तुः शुक्लं कृष्णं च पश्यति । तस्यां पुनर्विलीनाया-मशुक्लाकृष्णं पश्यति ॥ કલ્પનાથી મોહિત જીવને આ સફેદ ને આ કાળું એવો ભેદ દેખાય ૧૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ છે. પણ કલ્પના વિખેરાઈ જાય એટલે એ જ જીવને નથી સફેદ દેખાતું કે નથી કાળું દેખાતું. આ સ્થિતિ છે સામાયિકની. પૂર્ણ સમભાવની. પ્રશસ્ત રાગ કે પ્રશસ્ત દ્વેષ એ દશાવિશેષમાં સારા છે. જ્યારે સામાયિક એ એકાંતે સારું છે. અષ્ટક પ્રકરણ આ જ વાત કરે છે - તg સંશુમેરાન્તમદ્રમ્ - સામાયિક એ સમ્યફ શુદ્ધિના કારણે એકાન્ત ભદ્રક છે. જમ જ ૧૧ સમતા Page #12 -------------------------------------------------------------------------- ________________ # મિત્તાહ-યુવà # સુખ-દુઃખ શું છે ? સામાન્ય જનસમજ મુજબ પોતાની ઈચ્છા મુજબ થાય – એ સુખ. ઈચ્છાવિરુદ્ધ થાય એ દુઃખ. પણ ઈચ્છા જ ન હોય એ શું ? આ એક અસામાન્ય અવસ્થા છે, જેની સામાન્ય માણસ કલ્પના સુદ્ધા કરતો નથી. કદાચ કલ્પના કરે, તો એને એમાં નીરસતા લાગે છે. શાસ્ત્રમાં એક કછૂકંડૂયકની વાત આવે છે. જેને ચળ મટાડવામાં રસ નથી પણ ચળને જીવતી જ રાખીને ખંજવાળવામાં રસ છે. ચળ મટી જાય તો જીવન જ નીરસ થઈ જાય આવી એની માન્યતા છે. વાત આ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે - यथा कण्डूयनेष्वेषां धीन कण्डूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां न तदिच्छापरिक्षये || ખંજવાળવાના સાધન - સળી વગેરેની એને શોધ છે, પણ ખરજવાની દવાની એને કોઈ જ જરૂર નથી. કદાચ એ એનાથી ગભરાય છે. એ રીતે મૂઢ જીવને ભોગસાધનોમાં રસ છે, પણ ભોગની ઈચ્છા જ જતી રહે, એમાં કોઈ રસ નથી. પંચસૂત્ર સાધુનું એક અદ્ભુત લક્ષણ રજુ કરે છે – fUTAત્ત દુર્વે - આગ્રહ-દુઃખ-રહિત. નિરંકુશ ઈચ્છા આગ્રહમાં પરિણમે છે. ઈચ્છાની આગ બુઝાઈ જાય, તો તો વાંધો નહીં, પણ જો એમાંથી આગ્રહનો દાવાનળ ફાટી નીકળે, તો માણસ દુઃખી દુઃખી થઈ જાય. આગ્રહ એ જ દુઃખ છે. સાધુ પરમ સુખી છે. કારણ કે એ આગ્રહથી મુક્ત છે. કોઈ પણ બાબતનો આગ્રહ એ દુઃખની આમંત્રણ પત્રિકા છે. એ સંસારીજીવનમાં ય નડતર છે અને ત્યાગીજીવનમાં પણ. પૂ.હરિભદ્રસૂરિ મહારાજા કહે છે - ग्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः | તાત્ત્વિક દૃષ્ટિએ આગ્રહ એ જ મોક્ષમાર્ગી માટે ઉચિત નથી, પછી એ ભલે ને કોઈ પણ બાબતનો હોય. સૂક્ષ્મ પણ આગ્રહ સંસારનું કારણ બની શકે છે. પછી મુમુક્ષુ તરીકેની વાત એ માત્ર વાત બનીને રહી જાય છે. s , I le 3 . for37E-તુવરd, - ૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ I wish if I were a... # સુખની સંતાકૂકડી . આકાશમાં ઉડતું પંખી.. એક વાર એની નજર વાદળા પર જાય છે. એને વિચાર આવ્યો.. કે આ વાદળાને કેવું સારું મજેથી આમથી તેમ ઉડ્યા કરે, કોઈ મહેનત કરવાની નહીં. પાંખો ફફડાવવાની નહીં, મારી જેમ થાકીને લોથપોથ થવાનું નહીં. એને કેવા જલસા ! યોગાનુયોગ એ જ સમયે વાદળાની નજર એ પંખી પર પડી. વાદળું કોઈ ગહન વિચારમાં ગરકાવ થઈ ગયું....એને થયું કે આ પંખીને કેવું સારું ! પોતાની ઈચ્છાથી જ્યાં જવું હોય, ત્યાં જઈ શકે. મારે તો પવન આમ લઈ જાય તો આમ જવાનું ને તેમ લઈ જાય તો તેમ જવાનું. મને કેટલી પરાધીનતા ! એ પંખીને કેટલી સ્વાધીનતા ! કા..... હું પંખી હોત.. A bird wishes if it were a cloud. A cloud wishes if it were a bird. કથા કાલ્પનિક છે. પણ સંદેશ વાસ્તવિક છે. પોતાના સ્થાન સાથે પ્રાયઃ ગતિપરિચયવિવેજ્ઞા - નો ન્યાય કામ કરતો હોય છે. અને બીજાના સ્થાન સાથે પ્રાયઃ ડુંગર દૂરથી રળિયામણા - કહેવત જોડાયેલી હોય છે. મરીજની એક કવિતા છે. એમાંથી ઉખેડે તો તારો આભાર ઓ હરીફ ! અહીં સંતોષ કોને હોય છે પોતાના સ્થાનમાં ? બે પડોશી છે. એક નિઃસંતાન છે. બીજાને ત્રણ સંતાન છે. નિઃસંતાન વિચારે છે, એ કેટલો સુખી ! એનું ઘર કેટલું હર્યું-ભર્યું ! એના સંતાનો કેવા એના ખોળામાં ને માથા પર ચડી જાય ! હું કેટલો અભાગિયો ! મારું ઘર સ્મશાન ઘાટ... ૧૩ સમતા Page #14 -------------------------------------------------------------------------- ________________ બીજો પડોશી વિચારે છે. આ કેટલો સુખી ! એને કેટલી શાંતિ ! મનફાવે એમ જીવી શકે. ચાહે ત્યારે ગમે ત્યાં જઈ શકે. હું તો ન સુખે ખાઈ શકું, ન સુખે સૂઈ શકું, ન સુખે જીવી શકું. આ બધાંનો ઉધમાટ શાંત કરવા જતાં ખરેખર નાકે દમ આવી જાય છે. ગરીબને શ્રીમંતનો બંગલો જોઈને ઈર્ષ્યા આવી જાય છે. પણ શ્રીમંતને જ્યારે દીકરો માન આપવાને બદલે ગાળ આપે છે, દીકરી જ્યારે આઉટલાઈન પર જાય છે, અને આત્મીય મિત્રોનું સ્થાન લાલચુ ચમચાઓ લઈ લે છે. ત્યારે એ શ્રીમંતને પોતાનો બંગલો ઝૂંપડા કરતા પણ બદતર લાગે છે. ફૂટપાથની એક સાઈડમાં સાથે બેસીને જમતાં ગરીબના પરિવારને જોઈને એની આંખના ખૂણા ભીંજાઈ જાય છે. जो जितना बडा उतना ही अकेला होता है, चहेरे पर मुस्कान लगाकर मन ही मन रोता है । સાચું સુખ એ છે, જેનું કોઈ કારણ નથી. સાચું સુખ હંમેશા સહજ હોય છે. કારણથી મળેલ સુખ કારણની વિદાય સાથે વિદાય લઈ લે છે અને માણસને પહેલા કરતા પણ વધુ દુઃખી કરી દે છે. વાસ્તવિકતા જ્યારે આ જ છે. ત્યારે કારણને આધારે કોઈના સુખની કલ્પના કરવી એ ગેરસમજ સિવાય બીજું કશું જ નથી. એ કલ્પના જ્યારે તુલના બને છે, ત્યારે કરુણતાનું સર્જન થાય છે, ને એ તુલના જ્યારે સ્પર્ધા બને છે, ત્યારે એ કરુણતાના ગુણાકારો થઈ જાય છે. સાધન-સામગ્રી અને સંપત્તિ પાછળની દોટ એ શુદ્ધ દુઃખનો રસ્તો છે. સુખી થવું હોય તો એક સરસ મજાનો રસ્તો છે. રોજ તમારી ગઈકાલ સાથે સ્પર્ધા કરો. ગઈ કાલે તમારી પાસે જેટલી સાધન-સામગ્રી અને સંપત્તિ હતી, આજે એના કરતાં ઓછી સાધન-સામગ્રી અને સંપત્તિ હોય, એવો પ્રયાસ કરો. ભગવાન મહાવીરે આને પરિગ્રહ-પરિમાણ વ્રત કહ્યું છે. આપણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ, એ આપણી ગેરસમજ છે. હકીકતમાં વસ્તુઓ આપણો સંગ્રહ કરતી હોય છે. સુખની સંતાકૂકડી . ૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ વસ્તુમાં સુખ હોત, તો વસ્તુ સુખી હોત. પણ એવું નથી. એ જડ છે. આત્મા ચેતન છે. જડથી ચેતનને કદી સુખ ન મળી શકે. શાસ્ત્રોએ આ સત્ય કહ્યું છે. દુનિયા આ સત્યને પુરવાર કરી રહી છે. એ સ્ત્રોતથી કદી તૃપ્તિ મળવી શક્ય નથી, જે સ્ત્રોત આપણી ભીતરમાંથી નથી નીકળ્યો. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ કહે છે – सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः || જેટલું પરવશ છે.. પરાધીન છે... તે બધું જ દુઃખ છે. જેટલું સ્વવશ છે... સ્વાધીન છે... તે બધું જ સુખ છે. આ છે ટૂંક-લક્ષણ. સુખનું પણ અને દુઃખનું પણ. ખરું સુખ.. ખરો આનંદ ભીતરમાં છે. આત્મામાં આનંદનો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે. પણ ... આ પંખી બહુ ભોળું છે. હજી વાદળની સામે ટગર ટગર જોયા કરે છે. - ર મા ૧૫. સમતા Page #16 -------------------------------------------------------------------------- ________________ * શબ્દતિતિક્ષાની સ્વર્ણિમ તપસ્યા The art of Winning the Words તીખી વાનગી, તીખો તડકો, તીક્ષ્ણ કાંટો આ બધું સહન કરવું સહેલું છે. પણ તીખા શબ્દોને સહન કરવા એ અઘરું છે. અઘરું એટલા માટે, કે બીજી બધી બાબતોમાં આપણે કોમ્પ્રોમાઈઝ કરી શકીએ છીએ. ઠીક છે, મરચું વધારે પડી ગયું હશે.. ઉનાળો છે તો ગરમી તો હોય.. મેં બરાબર જોયું નહીં, તો કાંટો વાગી જ જાય ને... કેટલું સરસ સમાધાન. પણ જ્યોર બીજાના તીખા શબ્દો સહન કરવાના આવે ત્યારે ??? We have no solution. well, don't જ્ઞાનીઓએ આપણા માટે ફક્ત worry. સમાધાન જ નહીં, સમાધાનોની હારમાળા તૈયાર રાખી છે... આપણે એને સમજી શકીએ અને સ્વીકારી શકીએ, તો આપણા જેવા તપસ્વી પણ કોઈ નહીં હોય અને આપણા જેવા સુખી પણ કોઈ નહીં હોય. (૧) શ્રી આચારાંગ સૂત્ર : तहऽप्पगारेहिं जणेहिं हीलिए ससद्दफासा अहमा उदीरिया । तितिक्खए नाणी अदुट्ठचेयसा गिरि व्व वाएण न संपवेयए । તેવા લોકોના તેવા શબ્દો.. લાસ્ટ ક્વોલિટીના... કાનમાં વાગે... ખૂંચે તેવા... વીંધી નાખે તેવા.. ભલે ને કેવા પણ શબ્દો કેમ ન હોય ? તું સમજુ છે ને ? તો સહન કરજે. પૂર્ણ સમતાથી સહન કરજે. તારી સમજણનો પુરાવો આ જ છે, કે તું સહન કરવામાં બિલકુલ પાછો ના પડે. સમજણનું ફળ એ છે કે તું પર્વત જેવો સ્થિર બની જાય. શબ્દોના ગમે તેવા વાયરા હોય કે વાવાઝોડા હોય, તને કોઈ જ ફેર ન પડે. સામનો, ફરિયાદ, શોક, નિરાશા, વ્યથા, રુદન, દ્વેષ-આ બધું જ અણસમજની નીપજ છે. અણસમજ હાથે કરીને દુઃખી કરાવે છે. કોઈએ તારા પર શબ્દનું તીર છોડ્યું. એ તીર તારી બાજુમાં આવીને પડ્યું છે. શબ્દતિતિક્ષાની સ્વર્ણિમ..... ૧૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ હવે એ તીરની ઉપેક્ષા કરવી કે એ તીરને પકડીને પોતાની છાતીમાં નાંખી દેવું એ તારા હાથની વાત છે. વત્સ ! તું સમજું છે. શબ્દનું તીર વધુમાં વધી તારી નજીક આવી શકે. તને કદી પણ વીંધી તો ન જ શકે. હકીકતમાં વીંધનાર એ શબ્દ નથી હોતા, આપણે પોતે હોઈએ છીએ. Just take it easy, and then that's nothing. એ તને કશું જ કરી શકે તેમ નથી. (૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : जं मे बुद्धाऽणुसासंति, सीएण फरुसेण वा । मम लाभु त्ति पेहाए पयओ तं पडिस्सुणे ॥ વત્સ ! કઠોર શબ્દો જ્યારે ગુરુજનો તરફથી મળે ને, ત્યારે એ કઠોરતામાં ય કોમળતાના દર્શન કરજે. ગુરુજનોનું અનુશાસન તો અનંત ભવોમાં ય દુર્લભ હોય છે. તું એમ જ વિચારજે કે ગુરુજનો મને મીઠાં શબ્દો કહે કે તીખાં શબ્દો કહે, મારા આત્માને એનાથી નિશ્ચિત લાભ છે. વત્સ ! તું એ તીખાશમાં ય મીઠાશને જોજે, અનુભવજે અને ખૂબ ઉલ્લાસથી એ શબ્દોને સ્વીકારજે. એક કહેવત છે આપણે ત્યાં, ‘ગુરુની ગાળ સોનાની નાળ.' ગુરુની ગાળ ખાવાની ને ગુરુનો માર ખાવાની પાત્રતા જેનામાં છે, એ વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધે છે. વત્સ ! તું આગળ વધજે. ખૂબ આગળ વધશે. (૩) શ્રીપુષ્પમાલા ગ્રંથ : पढमं चिय गुरुवयणं मुम्मुरदहणं व दहइ भण्णंतं । परिणामे पुण तं चिय मुणालदलसीयलं होइ ॥ વત્સ ! ગુરુવચન જ્યારે સાંભળીએ, ત્યારે શરૂઆતમાં તો તણખા જેવું લાગે. પણ એ વચનનો જો ભાવથી સ્વીકાર કરવામાં આવે, તો પરિણામે એ એટલું શીતળ હોય છે, જેટલું શીતળ કમળનું પાંદડું હોય છે. તારી પાસે બે વિકલ્પ છે - (૧) ઉપરછલ્લી રીતે લાગતા તણખાંઓને ૧૭ સમતા Page #18 -------------------------------------------------------------------------- ________________ આવકાર આપીને જીવનભરની શીતળતાને માણવી. (૨) ઉપરછલ્લી રીતે લાગતા તણખાંઓનો વિરોધ કરીને જીવનભર સંતાપથી દુઃખી થવું. વત્સ! શિલ્પીનો વિરોધ એ સર્જનનો વિરોધ છે. શિલ્પીને સમર્પણ એ સર્જનનું સ્વાગત છે. એ સર્જન જે આપણું સર્વસ્વ બનવાનું હતું એનો વિરોધ કરવો કે સ્વાગત એ આપણે નક્કી કરવાનું છે. મને ખબર છે વત્સ ! તું તારી જાતને અન્યાય નહીં જ કરે. (૪) શ્રી પ્રશમરતિ ગ્રંથ : धन्यस्योपरि निपतति ाहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो, वचनरसचन्दनस्पर्शः ॥ વત્સ ! ધન્ય હોય છે તે આત્મા, જેના પર ગુરુવચનનો શીતળ ચંદનરસ પડે છે, ને એના અનાચારની ગરમી સાવ જ ઠરી જાય છે. કહેવાય છે કે “મલય પર્વત પર ચંદન વૃક્ષો છે. ખરેખર જો એવું હોય ને ? તો આપણા માટે તો વડીલોનું મુખ એ જ “મલય’ છે. એ જે શીતળતા આપે છે, એ જે રીતે બુઝવે છે, એ જે રીતે ઠારે છે, એ રીત તો ખુદ ચંદનને પણ આવડતી નથી. ગુરુવચન એ ચંદન છે. એ ગરમ લાગે એ આપણી ટૂંકી દૃષ્ટિનું પરિણામ છે. દીર્ઘદ્રષ્ટિથી જોઈએ તો એના જેવું શીતળ બીજું કશું જ નથી. ધન્યતાનું મૂલ્ય આ જ છે – દીર્ધદષ્ટિ. જેમની પાસે આ નથી, તેઓ બધું જ પામીને પણ બધું જ ગુમાવી દે છે. સાવધાન વત્સ ! ક્યાંક તારી સાથે ય આવું ન થઈ જાય. (૫) શ્રી તત્ત્વાર્થભાષ્ય ગ્રંથ : आक्रुष्टेन मतिमता, सत्यासत्यविचारणे मतिः कार्या । यदि सत्यं कः कोपः ? यद्यलीकं किं च कोपेन ? ॥ વત્સ ! જ્યારે કોઈ તને વઢ, તારું અપમાન કરે કે તને કડવા શબ્દો કહે, ત્યારે તું એટલું જ વિચારજે, કે એની વાત સાચી છે કે ખોટી ? શબ્દતિતિક્ષાની સ્વર્ણિમ – ૧૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧) જો એની વાત સાચી છે, તો પછી ગુસ્સો શા માટે કરવાનો ? (૨) જો એની વાત ખોટી જ છે, તો પણ ગુસ્સો શા માટે કરવાનો ? તને સમજાય છે ને વત્સ ! સાચી વાતને ફક્ત સ્વીકારવાની હોય છે અને ખોટી વાતને ફક્ત બીજા કાનમાંથી કાઢી નાંખવાની હોય છે. ગુસ્સો કરવાનો તો સવાલ જ નથી આવતો. અજ્ઞાની આ બંને વિકલ્પોમાંથી અત્યંત અશાંત હોય છે. જ્ઞાની આ બંને વિકલ્પોમાં શાંત-પ્રશાંત હોય છે. તું જ્ઞાની છે ને વત્સ ! તો જ્ઞાનીને શોભે એવું જ કામ કરજે. (૬) શ્રીદશવૈકાલિક સૂત્ર : समावयंता वयणाभिघाया कण्णं गया दुम्मणियं जणंति । धम्मो त्ति किच्चा परमग्गसूरे जिइंदिए जो सहइ स पुज्जो ॥ મને ખબર છે વત્સ ! હું તને ગમે તેટલું કહું ને તું ગમે તેટલું સમજે. જ્યાં એ શબ્દો તારા કાનમાં ઘાંચ-પરોણા કરે, ત્યાં-ત્યારે ને ત્યારે જ તારું મન બગડી જાય છે. પણ વત્સ ! તું ય બધા જેવો થઈશ તો સાધના” શી રીતે થશે ? સહનશીલતા એ ઉચ્ચ સાધના છે. આ જ છે “પરમનો માર્ગ. તું શૂરવીર થઈને એના પર જ ચાલજે. તારી ઈન્દ્રિયો અનાદિના અવળે રસ્તે દોડી જાય, એની પહેલા જ તું એમને જીતી લેજે. મારા વત્સ ! સહન કરવું એ તારો ધર્મ છે. એ તારું કર્તવ્ય છે. એનું પાલન કરીને તું પૂજનીય બનીશ. વિશ્વપૂજનીય. મારે તને આ જ સ્વરૂપે જોવો છે. વત્સ ! સામે થતાં તો કૂતરા સુદ્ધાને આવડતું હોય છે. એ ભસી જાય, એ ધસી જાય, એ જીતી જાય, તો ય એ “કૂતરો' જ રહે છે. ઉપર ઉઠ વત્સ ! તારી જાતને ઉપર ઉચક. નીચે રહીશ, તો જ્યાં જઈશ, ત્યાં કૂતરાની જેમ હડધૂત થઈશ. ઉપર ઉઠીશ તો વિશ્વપૂજનીય બનીશ. જ્યાં જઈશ ત્યાં સમ્માન પામીશ. (૭) શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથ : पराभिभूतौ यदि मानमुक्तिस्ततस्तपोऽखण्डमतः शिवं वा । मानादृतिर्दुर्वचनादिभिश्चेत्, तपःक्षयात् तन्नरकादिदुःखम् । ૧૯ સમતા Page #20 -------------------------------------------------------------------------- ________________ વત્સ ! બીજા તારું અપમાન કરે, તને કડવા શબ્દો કહે, એ સમયે જો તું અભિમાન છોડી શકે ને, તો એ એક અખંડ તપસ્યા બની જશે. બીજી તપસ્યાઓનો અંત આવતો હોય છે. આ તપસ્યાનો કદી પણ અંત નથી આવતો. માટે જ એ અખંડ છે. અખંડ તપસ્યાનું ફળ અખંડ કલ્યાણ હોય છે. અને જો તું તારું અભિમાન ન છોડી શક્યો, તો તારી જે કોઈ તપસ્યા ચાલતી પણ હશે, તેનું ફળ એ અભિમાન ખાઈ જશે, ને તારા ભાગે આવશે નરક વગેરેનું દુઃખ. વત્સ ! છોડી દે ને અભિમાન. અભિમાનથી તું બધું જ ગુમાવી દઈશ. દુઃખી-દુઃખી થઈ જઈશ. અભિમાનને છોડીશ, તો તારું ખરું ગોરવ થશે. તું ખરેખર સુખી થઈ જઈશ. પરમ સુખી. આ છે જ્ઞાનીઓની પરમ પાવન વાણી. એનો આદર કરીએ અને એને અપનાવીએ તો અહીં જ સ્વર્ગ છે. Wish you all the best. . એક છે પદ આ શબ્દતિતિક્ષાની સ્વર્ણિમ.... - 20