________________
* सहजानन्दता सेयम् *
અકૃત્રિમ આનંદ શું વસ્તુ છે ? આત્મરણિતામાં ઝૂમવું એટલે હકીકતમાં શું ?
મનને મન ન રહેવા દેવું એ શું ? યોગસારમાં આ ત્રણે પ્રશ્નોનો એક જ જવાબ આપ્યો છે - सहजानन्दता सेयं, सैवाऽऽत्मारामता मता | उन्मनीकरणं तद्यन्, मुनेः समरसे लयः ।।
એ જ છે સહજ આનંદ, એ જ છે આત્મરમણતા અને એ જ છે ઉન્મનીકરણ.
શું ? મુનિનો સમરસમાં લય.
ષોડશકટીકામાં કહ્યું છે – રસશબ્દો માવવાવ: - “રસ' આ શબ્દ અહીં ભાવવાચક છે. સમરસમાં લય એટલે સમતામાં લય. યાદ આવે નારદપરિવ્રાજક ઉપનિષદ્ -
अद्य जातां यथा नारी तथा षोडशवार्षिकीम्....
નારી ચાહે આજે જન્મી હોય, ચાહે એ સોળ વર્ષની હોય કે ચાહે એ સો વર્ષની હોય, સાધુને બધું જ સરખું લાગે.
ગામ હજી ચાર ડગ આગળની વાત કરે છે - जे आसवा ते परिसवा जे परिसवा ते आसवा जे अणासवा ते अपरिसवा जे अपरिसवा ते अणासवा
આશ્રવ એ સંવર. સંવર તે આશ્રવ. અનાશ્રવ એ અસંવર. અસંવર તે અનાશ્રવ.
सहजानन्दता सेयम्