SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ હવે એ તીરની ઉપેક્ષા કરવી કે એ તીરને પકડીને પોતાની છાતીમાં નાંખી દેવું એ તારા હાથની વાત છે. વત્સ ! તું સમજું છે. શબ્દનું તીર વધુમાં વધી તારી નજીક આવી શકે. તને કદી પણ વીંધી તો ન જ શકે. હકીકતમાં વીંધનાર એ શબ્દ નથી હોતા, આપણે પોતે હોઈએ છીએ. Just take it easy, and then that's nothing. એ તને કશું જ કરી શકે તેમ નથી. (૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : जं मे बुद्धाऽणुसासंति, सीएण फरुसेण वा । मम लाभु त्ति पेहाए पयओ तं पडिस्सुणे ॥ વત્સ ! કઠોર શબ્દો જ્યારે ગુરુજનો તરફથી મળે ને, ત્યારે એ કઠોરતામાં ય કોમળતાના દર્શન કરજે. ગુરુજનોનું અનુશાસન તો અનંત ભવોમાં ય દુર્લભ હોય છે. તું એમ જ વિચારજે કે ગુરુજનો મને મીઠાં શબ્દો કહે કે તીખાં શબ્દો કહે, મારા આત્માને એનાથી નિશ્ચિત લાભ છે. વત્સ ! તું એ તીખાશમાં ય મીઠાશને જોજે, અનુભવજે અને ખૂબ ઉલ્લાસથી એ શબ્દોને સ્વીકારજે. એક કહેવત છે આપણે ત્યાં, ‘ગુરુની ગાળ સોનાની નાળ.' ગુરુની ગાળ ખાવાની ને ગુરુનો માર ખાવાની પાત્રતા જેનામાં છે, એ વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધે છે. વત્સ ! તું આગળ વધજે. ખૂબ આગળ વધશે. (૩) શ્રીપુષ્પમાલા ગ્રંથ : पढमं चिय गुरुवयणं मुम्मुरदहणं व दहइ भण्णंतं । परिणामे पुण तं चिय मुणालदलसीयलं होइ ॥ વત્સ ! ગુરુવચન જ્યારે સાંભળીએ, ત્યારે શરૂઆતમાં તો તણખા જેવું લાગે. પણ એ વચનનો જો ભાવથી સ્વીકાર કરવામાં આવે, તો પરિણામે એ એટલું શીતળ હોય છે, જેટલું શીતળ કમળનું પાંદડું હોય છે. તારી પાસે બે વિકલ્પ છે - (૧) ઉપરછલ્લી રીતે લાગતા તણખાંઓને ૧૭ સમતા
SR No.034139
Book TitleSamta
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy