________________
* શબ્દતિતિક્ષાની સ્વર્ણિમ તપસ્યા
The art of Winning the Words
તીખી વાનગી, તીખો તડકો, તીક્ષ્ણ કાંટો આ બધું સહન કરવું સહેલું છે. પણ તીખા શબ્દોને સહન કરવા એ અઘરું છે. અઘરું એટલા માટે, કે બીજી બધી બાબતોમાં આપણે કોમ્પ્રોમાઈઝ કરી શકીએ છીએ. ઠીક છે, મરચું વધારે પડી ગયું હશે.. ઉનાળો છે તો ગરમી તો હોય.. મેં બરાબર જોયું નહીં, તો કાંટો વાગી જ જાય ને... કેટલું સરસ સમાધાન. પણ જ્યોર બીજાના તીખા શબ્દો સહન કરવાના આવે ત્યારે ??? We have no solution. well, don't જ્ઞાનીઓએ આપણા માટે ફક્ત worry. સમાધાન જ નહીં, સમાધાનોની હારમાળા તૈયાર રાખી છે... આપણે એને સમજી શકીએ અને સ્વીકારી શકીએ, તો આપણા જેવા તપસ્વી પણ કોઈ નહીં હોય અને આપણા જેવા સુખી પણ કોઈ નહીં હોય.
(૧) શ્રી આચારાંગ સૂત્ર :
तहऽप्पगारेहिं जणेहिं हीलिए ससद्दफासा अहमा उदीरिया । तितिक्खए नाणी अदुट्ठचेयसा गिरि व्व वाएण न संपवेयए ।
તેવા લોકોના તેવા શબ્દો.. લાસ્ટ ક્વોલિટીના... કાનમાં વાગે... ખૂંચે તેવા... વીંધી નાખે તેવા.. ભલે ને કેવા પણ શબ્દો કેમ ન હોય ? તું સમજુ છે ને ? તો સહન કરજે. પૂર્ણ સમતાથી સહન કરજે. તારી સમજણનો પુરાવો આ જ છે, કે તું સહન કરવામાં બિલકુલ પાછો ના પડે. સમજણનું ફળ એ છે કે તું પર્વત જેવો સ્થિર બની જાય. શબ્દોના ગમે તેવા વાયરા હોય કે વાવાઝોડા હોય, તને કોઈ જ ફેર ન પડે.
સામનો, ફરિયાદ, શોક, નિરાશા, વ્યથા, રુદન, દ્વેષ-આ બધું જ અણસમજની નીપજ છે. અણસમજ હાથે કરીને દુઃખી કરાવે છે. કોઈએ તારા પર શબ્દનું તીર છોડ્યું. એ તીર તારી બાજુમાં આવીને પડ્યું છે. શબ્દતિતિક્ષાની સ્વર્ણિમ.....
૧૬