________________
વસ્તુમાં સુખ હોત, તો વસ્તુ સુખી હોત. પણ એવું નથી. એ જડ છે. આત્મા ચેતન છે. જડથી ચેતનને કદી સુખ ન મળી શકે. શાસ્ત્રોએ આ સત્ય કહ્યું છે. દુનિયા આ સત્યને પુરવાર કરી રહી છે. એ સ્ત્રોતથી કદી તૃપ્તિ મળવી શક્ય નથી, જે સ્ત્રોત આપણી ભીતરમાંથી નથી નીકળ્યો. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ કહે છે –
सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ||
જેટલું પરવશ છે.. પરાધીન છે... તે બધું જ દુઃખ છે. જેટલું સ્વવશ છે... સ્વાધીન છે... તે બધું જ સુખ છે. આ છે ટૂંક-લક્ષણ. સુખનું પણ અને દુઃખનું પણ.
ખરું સુખ.. ખરો આનંદ ભીતરમાં છે. આત્મામાં આનંદનો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે. પણ ... આ પંખી બહુ ભોળું છે. હજી વાદળની સામે ટગર ટગર જોયા કરે છે.
-
ર
મા
૧૫.
સમતા