SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આવકાર આપીને જીવનભરની શીતળતાને માણવી. (૨) ઉપરછલ્લી રીતે લાગતા તણખાંઓનો વિરોધ કરીને જીવનભર સંતાપથી દુઃખી થવું. વત્સ! શિલ્પીનો વિરોધ એ સર્જનનો વિરોધ છે. શિલ્પીને સમર્પણ એ સર્જનનું સ્વાગત છે. એ સર્જન જે આપણું સર્વસ્વ બનવાનું હતું એનો વિરોધ કરવો કે સ્વાગત એ આપણે નક્કી કરવાનું છે. મને ખબર છે વત્સ ! તું તારી જાતને અન્યાય નહીં જ કરે. (૪) શ્રી પ્રશમરતિ ગ્રંથ : धन्यस्योपरि निपतति ाहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो, वचनरसचन्दनस्पर्शः ॥ વત્સ ! ધન્ય હોય છે તે આત્મા, જેના પર ગુરુવચનનો શીતળ ચંદનરસ પડે છે, ને એના અનાચારની ગરમી સાવ જ ઠરી જાય છે. કહેવાય છે કે “મલય પર્વત પર ચંદન વૃક્ષો છે. ખરેખર જો એવું હોય ને ? તો આપણા માટે તો વડીલોનું મુખ એ જ “મલય’ છે. એ જે શીતળતા આપે છે, એ જે રીતે બુઝવે છે, એ જે રીતે ઠારે છે, એ રીત તો ખુદ ચંદનને પણ આવડતી નથી. ગુરુવચન એ ચંદન છે. એ ગરમ લાગે એ આપણી ટૂંકી દૃષ્ટિનું પરિણામ છે. દીર્ઘદ્રષ્ટિથી જોઈએ તો એના જેવું શીતળ બીજું કશું જ નથી. ધન્યતાનું મૂલ્ય આ જ છે – દીર્ધદષ્ટિ. જેમની પાસે આ નથી, તેઓ બધું જ પામીને પણ બધું જ ગુમાવી દે છે. સાવધાન વત્સ ! ક્યાંક તારી સાથે ય આવું ન થઈ જાય. (૫) શ્રી તત્ત્વાર્થભાષ્ય ગ્રંથ : आक्रुष्टेन मतिमता, सत्यासत्यविचारणे मतिः कार्या । यदि सत्यं कः कोपः ? यद्यलीकं किं च कोपेन ? ॥ વત્સ ! જ્યારે કોઈ તને વઢ, તારું અપમાન કરે કે તને કડવા શબ્દો કહે, ત્યારે તું એટલું જ વિચારજે, કે એની વાત સાચી છે કે ખોટી ? શબ્દતિતિક્ષાની સ્વર્ણિમ – ૧૮
SR No.034139
Book TitleSamta
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy