SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ I wish if I were a... # સુખની સંતાકૂકડી . આકાશમાં ઉડતું પંખી.. એક વાર એની નજર વાદળા પર જાય છે. એને વિચાર આવ્યો.. કે આ વાદળાને કેવું સારું મજેથી આમથી તેમ ઉડ્યા કરે, કોઈ મહેનત કરવાની નહીં. પાંખો ફફડાવવાની નહીં, મારી જેમ થાકીને લોથપોથ થવાનું નહીં. એને કેવા જલસા ! યોગાનુયોગ એ જ સમયે વાદળાની નજર એ પંખી પર પડી. વાદળું કોઈ ગહન વિચારમાં ગરકાવ થઈ ગયું....એને થયું કે આ પંખીને કેવું સારું ! પોતાની ઈચ્છાથી જ્યાં જવું હોય, ત્યાં જઈ શકે. મારે તો પવન આમ લઈ જાય તો આમ જવાનું ને તેમ લઈ જાય તો તેમ જવાનું. મને કેટલી પરાધીનતા ! એ પંખીને કેટલી સ્વાધીનતા ! કા..... હું પંખી હોત.. A bird wishes if it were a cloud. A cloud wishes if it were a bird. કથા કાલ્પનિક છે. પણ સંદેશ વાસ્તવિક છે. પોતાના સ્થાન સાથે પ્રાયઃ ગતિપરિચયવિવેજ્ઞા - નો ન્યાય કામ કરતો હોય છે. અને બીજાના સ્થાન સાથે પ્રાયઃ ડુંગર દૂરથી રળિયામણા - કહેવત જોડાયેલી હોય છે. મરીજની એક કવિતા છે. એમાંથી ઉખેડે તો તારો આભાર ઓ હરીફ ! અહીં સંતોષ કોને હોય છે પોતાના સ્થાનમાં ? બે પડોશી છે. એક નિઃસંતાન છે. બીજાને ત્રણ સંતાન છે. નિઃસંતાન વિચારે છે, એ કેટલો સુખી ! એનું ઘર કેટલું હર્યું-ભર્યું ! એના સંતાનો કેવા એના ખોળામાં ને માથા પર ચડી જાય ! હું કેટલો અભાગિયો ! મારું ઘર સ્મશાન ઘાટ... ૧૩ સમતા
SR No.034139
Book TitleSamta
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy