________________
# મિત્તાહ-યુવà # સુખ-દુઃખ શું છે ? સામાન્ય જનસમજ મુજબ પોતાની ઈચ્છા મુજબ થાય – એ સુખ. ઈચ્છાવિરુદ્ધ થાય એ દુઃખ. પણ ઈચ્છા જ ન હોય એ શું ? આ એક અસામાન્ય અવસ્થા છે, જેની સામાન્ય માણસ કલ્પના સુદ્ધા કરતો નથી. કદાચ કલ્પના કરે, તો એને એમાં નીરસતા લાગે છે.
શાસ્ત્રમાં એક કછૂકંડૂયકની વાત આવે છે. જેને ચળ મટાડવામાં રસ નથી પણ ચળને જીવતી જ રાખીને ખંજવાળવામાં રસ છે. ચળ મટી જાય તો જીવન જ નીરસ થઈ જાય આવી એની માન્યતા છે. વાત આ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે -
यथा कण्डूयनेष्वेषां धीन कण्डूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां न तदिच्छापरिक्षये ||
ખંજવાળવાના સાધન - સળી વગેરેની એને શોધ છે, પણ ખરજવાની દવાની એને કોઈ જ જરૂર નથી. કદાચ એ એનાથી ગભરાય છે. એ રીતે મૂઢ જીવને ભોગસાધનોમાં રસ છે, પણ ભોગની ઈચ્છા જ જતી રહે, એમાં કોઈ રસ નથી.
પંચસૂત્ર સાધુનું એક અદ્ભુત લક્ષણ રજુ કરે છે – fUTAત્ત દુર્વે - આગ્રહ-દુઃખ-રહિત. નિરંકુશ ઈચ્છા આગ્રહમાં પરિણમે છે. ઈચ્છાની આગ બુઝાઈ જાય, તો તો વાંધો નહીં, પણ જો એમાંથી આગ્રહનો દાવાનળ ફાટી નીકળે, તો માણસ દુઃખી દુઃખી થઈ જાય. આગ્રહ એ જ દુઃખ છે. સાધુ પરમ સુખી છે. કારણ કે એ આગ્રહથી મુક્ત છે. કોઈ પણ બાબતનો આગ્રહ એ દુઃખની આમંત્રણ પત્રિકા છે. એ સંસારીજીવનમાં ય નડતર છે અને ત્યાગીજીવનમાં પણ. પૂ.હરિભદ્રસૂરિ મહારાજા કહે છે -
ग्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः | તાત્ત્વિક દૃષ્ટિએ આગ્રહ એ જ મોક્ષમાર્ગી માટે ઉચિત નથી, પછી એ ભલે ને કોઈ પણ બાબતનો હોય. સૂક્ષ્મ પણ આગ્રહ સંસારનું કારણ બની શકે છે. પછી મુમુક્ષુ તરીકેની વાત એ માત્ર વાત બનીને રહી જાય છે.
s
,
I
le
3
.
for37E-તુવરd,
- ૧૨