Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 20
________________ વત્સ ! બીજા તારું અપમાન કરે, તને કડવા શબ્દો કહે, એ સમયે જો તું અભિમાન છોડી શકે ને, તો એ એક અખંડ તપસ્યા બની જશે. બીજી તપસ્યાઓનો અંત આવતો હોય છે. આ તપસ્યાનો કદી પણ અંત નથી આવતો. માટે જ એ અખંડ છે. અખંડ તપસ્યાનું ફળ અખંડ કલ્યાણ હોય છે. અને જો તું તારું અભિમાન ન છોડી શક્યો, તો તારી જે કોઈ તપસ્યા ચાલતી પણ હશે, તેનું ફળ એ અભિમાન ખાઈ જશે, ને તારા ભાગે આવશે નરક વગેરેનું દુઃખ. વત્સ ! છોડી દે ને અભિમાન. અભિમાનથી તું બધું જ ગુમાવી દઈશ. દુઃખી-દુઃખી થઈ જઈશ. અભિમાનને છોડીશ, તો તારું ખરું ગોરવ થશે. તું ખરેખર સુખી થઈ જઈશ. પરમ સુખી. આ છે જ્ઞાનીઓની પરમ પાવન વાણી. એનો આદર કરીએ અને એને અપનાવીએ તો અહીં જ સ્વર્ગ છે. Wish you all the best. . એક છે પદ આ શબ્દતિતિક્ષાની સ્વર્ણિમ.... - 20

Loading...

Page Navigation
1 ... 18 19 20