Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 19
________________ (૧) જો એની વાત સાચી છે, તો પછી ગુસ્સો શા માટે કરવાનો ? (૨) જો એની વાત ખોટી જ છે, તો પણ ગુસ્સો શા માટે કરવાનો ? તને સમજાય છે ને વત્સ ! સાચી વાતને ફક્ત સ્વીકારવાની હોય છે અને ખોટી વાતને ફક્ત બીજા કાનમાંથી કાઢી નાંખવાની હોય છે. ગુસ્સો કરવાનો તો સવાલ જ નથી આવતો. અજ્ઞાની આ બંને વિકલ્પોમાંથી અત્યંત અશાંત હોય છે. જ્ઞાની આ બંને વિકલ્પોમાં શાંત-પ્રશાંત હોય છે. તું જ્ઞાની છે ને વત્સ ! તો જ્ઞાનીને શોભે એવું જ કામ કરજે. (૬) શ્રીદશવૈકાલિક સૂત્ર : समावयंता वयणाभिघाया कण्णं गया दुम्मणियं जणंति । धम्मो त्ति किच्चा परमग्गसूरे जिइंदिए जो सहइ स पुज्जो ॥ મને ખબર છે વત્સ ! હું તને ગમે તેટલું કહું ને તું ગમે તેટલું સમજે. જ્યાં એ શબ્દો તારા કાનમાં ઘાંચ-પરોણા કરે, ત્યાં-ત્યારે ને ત્યારે જ તારું મન બગડી જાય છે. પણ વત્સ ! તું ય બધા જેવો થઈશ તો સાધના” શી રીતે થશે ? સહનશીલતા એ ઉચ્ચ સાધના છે. આ જ છે “પરમનો માર્ગ. તું શૂરવીર થઈને એના પર જ ચાલજે. તારી ઈન્દ્રિયો અનાદિના અવળે રસ્તે દોડી જાય, એની પહેલા જ તું એમને જીતી લેજે. મારા વત્સ ! સહન કરવું એ તારો ધર્મ છે. એ તારું કર્તવ્ય છે. એનું પાલન કરીને તું પૂજનીય બનીશ. વિશ્વપૂજનીય. મારે તને આ જ સ્વરૂપે જોવો છે. વત્સ ! સામે થતાં તો કૂતરા સુદ્ધાને આવડતું હોય છે. એ ભસી જાય, એ ધસી જાય, એ જીતી જાય, તો ય એ “કૂતરો' જ રહે છે. ઉપર ઉઠ વત્સ ! તારી જાતને ઉપર ઉચક. નીચે રહીશ, તો જ્યાં જઈશ, ત્યાં કૂતરાની જેમ હડધૂત થઈશ. ઉપર ઉઠીશ તો વિશ્વપૂજનીય બનીશ. જ્યાં જઈશ ત્યાં સમ્માન પામીશ. (૭) શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથ : पराभिभूतौ यदि मानमुक्तिस्ततस्तपोऽखण्डमतः शिवं वा । मानादृतिर्दुर्वचनादिभिश्चेत्, तपःक्षयात् तन्नरकादिदुःखम् । ૧૯ સમતા

Loading...

Page Navigation
1 ... 17 18 19 20