Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 8
________________ भवे च मोक्षे समतां श्रयन्तः ॐ જે માણસ સાંભળતો જ નથી, એના માટે બધા શબ્દો સરખા જ છે. જે માણસ જોતો જ નથી, એના માટે બધા દશ્યો સરખા જ છે. ભોજનક્રિયા સાથે જેનું મન જોડાયેલું નથી, એના માટે બધાં ભોજનો સરખા જ છે. સુખ અને દુઃખ જેના માટે ઉપેક્ષાપાત્ર છે, એના માટે સંસાર અને મોક્ષ બંને સરખા જ છે. યાદ આવે અષ્ટાવક્રગીતા - हातुमिच्छति संसारं - रागी दुःखजिहासया । वीतरागो हि निर्मुक्त- स्तस्मिन्नपि न खिद्यति || રાગી સંસારને છોડવા ઈચ્છે છે, કારણ કે એ દુઃખને છોડવા ઇચ્છે છે. વીતરાગ રાગ અને દ્વેષથી પૂર્ણપણે મુક્ત હોય છે. માટે તેમને સંસાર માટે ય કોઈ ખેદ હોતો નથી. विरक्तो विषयद्वेष्टा, रागी विषयलोलुपः । ग्रहमोक्षविहीनस्तु, न विरक्तो न रागवान् || વિરાગીને વિષયોનો દ્વેષ છે. રાગીને વિષયોનો રાગ છે. પણ જેને વિષયોને લેવા કે મુકવાની કોઈ પડી જ નથી, એને નથી વિરાગ કે નથી રાગ. આ છે વીતરાગ દશા. ત્યાગ દશા અને વિરાગ દશા એ એના પગથિયા છે. પગથિયા કદી નડતર પણ નથી હોતા અને કદી મંઝિલ પણ નથી હોતા. પગથિયા હંમેશા માધ્યમ હોય છે. નડતર છે અસહ્ય ભોગ. નડતર છે રાગ. નડતર છે લોલુપતા. નડતરો જતાં રહે, અને પગથિયાનો આદર થાય, તો એક દિવસ મંઝિલ મળવાની જ છે. શ્રુતજ્ઞાનના ઉદ્દેસા - સમુદ્રેસા – અનુજ્ઞાની વિધિ હોય છે. શેષ જ્ઞાનોની નહીં. એ રીતે ત્યાગ અને વિરાગ દશાનો પુરુષાર્થ મ ૨ મો સમતાં શ્રયન્ત: – ૮

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20