Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 10
________________ * एकान्तभद्रकम् પરિમાણની પરાકાષ્ઠા એ આકાશ છે, એમ ધર્મની પરાકાષ્ઠા એ સામાયિક છે. આગમ કહે છે समभावो सामाइयं । સમભાવ એ સામાયિક. નિરવચ્છિન્ન સમભાવ. નિરપવાદ સમભાવ. જ્યાં તૃણ અને મણિ સમાન છે. સુંદરી અને વાંદરી પણ સમાન છે. સુખ અને દુઃખ પણ સમાન છે અને ભવ અને મોક્ષ પણ સમાન છે. વિકલ્પભેદના કારણે જ વસ્તુભેદનો પ્રતિભાસ થતો હોય છે. જ્યારે વિકલ્પો જ ન રહે, ત્યારે દરેક વસ્તુમાં સમાન પ્રતિભાસ જ શેષ રહે છે. વિકલ્પો વિકલ્પો તરીકે પરખાઈ જાય, પછી તેમના હોવા ન હોવા વચ્ચે ફેર રહેતો નથી. વિકલ્પ = કલ્પના = શૂન્ય. જે નથી એ કલ્પના છે. હકીકતમાં કરેલો આભિમાનિક ઉમેરો એ કલ્પના છે. ગુલાબજાંબુ મીઠાં છે, એ હકીકત છે. એ સારા છે એ કલ્પના છે. સ્ત્રી જુવાન છે, એ હકીકત છે. એ શુચિ છે એ કલ્પના છે. પૈસામાં ખરીદશક્તિ છે એ હકીકત છે. પૈસા સર્વસ્વ છે એ કલ્પના છે. હકીકત કદી પણ સામાયિકમાં બાધક નથી બનતી. કલ્પના જ બાધક બને છે. તત્ત્વમાંથી અતત્ત્વમાં તાણી જવાનું કામ કલ્પના જ કરતી હોય છે. અધ્યાત્મસારમાં કહ્યું છે एकान्तभद्रकम् - कल्पनामोहितो जन्तुः शुक्लं कृष्णं च पश्यति । तस्यां पुनर्विलीनाया-मशुक्लाकृष्णं पश्यति ॥ કલ્પનાથી મોહિત જીવને આ સફેદ ને આ કાળું એવો ભેદ દેખાય ૧૦

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20