Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 2
________________ * अप्पइन्ने जे स भिक्खू ॐ ઘટના માટેનો આંચકો એ એક અભિમાન છે, કે આવું થઈ જ ના શકે. આ અભિમાન ન હોય, તો આંચકો થાય જ નહીં. અભિમાન આ છે - “મારા ધાર્યા મુજબ જ થવું જોઈએ.” ધારણા અને ઘટના આ બે વચ્ચે જેટલું વધુ અંતર હોય, એટલો એ આંચકો વધુ મોટો હોય છે. આંચકાને ભૂલ ન કહી શકાય, ભૂલ તો ધારણામાં છે. ધારવું એ જ ભૂલ. માટે જ આગમ કહે છે - 4u – ખરો સાધુ એ જેને કોઈ અભિપ્રાય નથી, ધારણા નથી. એક કવિએ પ્રાર્થના કરી છે – હરિ ! હું તો એવું માગું મોત આમ થયું હોત ને તેમ થયું હોત એવી અંત સમયે ન હોય ગોતાગોત. હરિ ! હું તો એવું માંગું મોત. હોત’નો અર્થ છે કલ્પના અને કલ્પનાનો અર્થ છે શૂન્ય. જે નથી એ છે કલ્પના. આ છે હોત. બરાબર આનો જ એક ભાઈ છે - આવું હોવું જોઈએ.’ આ પણ એક કલ્પના જ છે, જે નથી. જે છે શૂન્ય. ભારત અમેરિકામાં હોત તો કેવું ?' અમેરિકા ભારતમાં હોવું જોઈએ.” જેવા આ વિચારો છે. તેવા જ દરેક ‘હોત’ અને ‘હોવું જોઈએ अप्पइन्ने जे स भिक्खू

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20