Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકનું નિવેદન પ્રસ્તુત પુસ્તકસમકિત વિચારના લેખક છે શ્રી પાનાચંદભાઈ મહેતા–તેઓને ઈ. સ. ૧૯૫૭માં ભારત સરકારે 1. A. s. અધિકારી પદમાં લીધા. ત્યાર પછી તેમણે કચ્છ જિલ્લાના અને જામનગર આદિ અનેક ગુજરાતના જિલ્લામાં કલેકટર જેવી પદવી ભોગવી. ઈ. ૧૯૫ માં ફેલોશિપ મેળવીને હલાંડના હેગ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટને અભ્યાસ કર્યો. પરિણામે અમદાવાદની મ્યુ. કોર્પોરેશનમાં કમિશનર તરીકે ઈ. ૧૯૬૮ માં નિયુક્ત થયા. છેવટે ગુજરાત રાજ્યમાં સચિવને હોદ્દો ભેગવી નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી કિલકનિકશન જેવી કંપનીમાં મેનેજર નિમાયા–આમાંથી પણ નિવૃત્ત થઈ સેવાભાવી સંસ્થાઓને માનાર્હ સેવાઓ આપી. સમાજ સેવા સાથે આધ્યાત્મિક સાધનાની પણ લગની હતી. તેથી તેમણે પ્રથમ ૧૯૮૪માં “Guidelines to Mahavir Darshan' ગ્રંથનું સંપાદન કર્યું અને ત્યાર બાદ ૧૯૮માં “ધ્યાન અને જીવનદર્શન” પુસ્તક પ્રકાશિત કર્યું છે અને હવે સમકિત વિષે તેમનું આ આધ્યાત્મિક પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. સમકિત શબ્દ સંસ્કૃત સમ્યફત્વનું ગુજરાતી રૂપાન્તર છે. મૂળમાં સમ્યકત્વ શબ્દને સંબંધ ચારિત્ર સાથે હશે એમ અનુમાન થાય છે. કારણ કે આચારાંગના “સમ્યક્ત્વ” નામના ચોથા અધ્યયનમાં તેને સંબંધ કેવળ આચાર-ચારિત્ર સાથે જ જણાય છે, પરંતુ કાલક્રમે જ્ઞાન અને દર્શન પણ સમ્યક્ હોવાં જરૂરી છે એમ સમજાયું. એટલે ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ સૂત્રમાં એ ત્રણેયને સમ્યગ્ર કહ્યાં–પરંતુ પછીના કાલે સમ્યફતવ એ માત્ર સમ્યગદર્શનનું જ પ્રતિપાદક બની ગયું છે. આથી જ આચાર્યશીલાંકે આચારાંગની ટીકામાં સમ્યક્ત્વને અર્થ છે “તત્વાર્થ શ્રદ્ધાન સમ્યકત્વમુચ્યતે” (પૃ. ૧૭૫). આ પ્રકારે અર્થ તે કર્યો પણ તેમને તેમાં શંકા હતી. તેનું નિરાકરણ આગળ જઈ આચારાંગ નિયુક્તની ટિકામાં કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 128