________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[સમયસારી મહિમા ]
मोख चलिवेकौ सौंन करमकौ करे बौन,
____जाके रस-भौन बुध लौन ज्यौं घुलत है। गुनकौ गरंथ निरगुनकौं सुगम पंथ,
__ जाकौ जस कहत सुरेश अकुलत है।। याहीके जु पच्छी ते उड़त ज्ञानगगनमें,
__ याहीके विपच्छी जगजालमें रुलत है। हाटकसौ विमल विराटकसौ विसतार, नाटक सुनत हीये फाटक खुलत है।।
-पं. बनारसीदासजी
અર્થ :-શ્રી સમયસાર મોક્ષ પર ચડવાને સીડી છે (અથવા મોક્ષ તરફ ચાલવાને શુભ શુકન છે), કર્મનું તે વમન કરે છે અને જેમ જળમાં લવણ ઓગળી જાય છે તેમ સમયસારના રસમાં બુધપુરુષો લીન થઈ જાય છે. તે ગુણની ગાંઠ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ગુણોનો સમૂહ છે), મુક્તિનો સુગમ પંથ છે અને તેનો (અપાર) યશ વર્ણવતાં ઇંદ્ર પણ આકુલિત થઈ જાય છે. સમયસારરૂપી પાંખવાળા (અથવા સમયસારના પક્ષવાળા) જીવો જ્ઞાનગગનમાં ઊડે છે અને સમયસારરૂપી પાંખ વિનાના (અથવા સમયસારથી વિપક્ષ) જીવો જગજાળમાં રઝળે છે. સમયસારનાટક (અર્થાત્ શ્રી સમયસાર–પરમાગમ કે જેને શ્રી અમૃતચંદ્રાચાર્યદવે નાટકની ઉપમા આપી છે તે) શુદ્ધ સુવર્ણ સમાન નિર્મળ છે, વિરાટ (બ્રહ્માંડ) સમાન તેનો વિસ્તાર છે અને તેનું શ્રવણ કરતાં હૃદયના કપાટ ખૂલી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com