Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અર્થની વચ્ચે સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું કાર્ય, પૂફરીડિંગ, શુદ્ધિપત્રક, ગાથાસૂચી, કળશસૂચી વગેરે અનેકવિધ કાર્યોમાં પૂજ્ય ગુરુદેવશ્રીના અંતેવાસી બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ અત્યંત કાળજી, પરિશ્રમ અને ઉલ્લાસપૂર્વક જે સહાય કરી છે તે માટે આ સંસ્થા તેમની આભારી છે. બ્ર. શ્રી ચંદુભાઈના આ કાર્યમાં સદ્ધર્મવત્સલ ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન ભાઈશ્રી હિમતલાલભાઈએ અનેકવિધ સહાય કરી છે તેમ જ આખરી પ્રફસંશોધન પણ તેમણે જ કરી આપ્યું છે, તેથી તેમનો અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે.] ક્તિાબઘર પ્રિન્ટરીએ આ સાતમી આવૃત્તિનું સુંદર મુદ્રણ બહુ અલ્પ સમયમાં કરી આપ્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ ઉપરાંત જેમની સહાય હોય તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. આ સમયસાર ખરેખર એક ઉત્તમોત્તમ શાસ્ત્ર છે. સાધક જીવોને માટે તેમાં આધ્યાત્મિક મંત્રોનો ભંડાર ભર્યો છે. કુંદકુંદાચાર્યદવ પછી રચાયેલાં લગભગ બધાં અધ્યાત્મશાસ્ત્રો ઉપર સમયસારનો પ્રભાવ પડયો છે. સર્વ અધ્યાત્મનાં બીજડાં સમયસારમાં સમાયેલાં છે. સર્વે જિજ્ઞાસુ જીવોએ ગુરુગમપૂર્વક આ પરમાગમનો અભ્યાસ અવશ્ય કરવાયોગ્ય છે. પરમ મહિમાવંત એવા નિજ શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવગમ્ય કરવા માટે શાસ્ત્રમાં અદ્વિતીય ઉપદેશ છે, અને એ જ દરેક જિજ્ઞાસુ જીવનું એકમાત્ર પરમ ર્તવ્ય છે. શ્રી પદ્મનંદી મુનિરાજ કહે છે કે तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। निश्चितं स भवेद्रव्यो भाविनिर्वाणभाजनम्।।२३।। (પવનંદિપંચવિંશતિકા-એકત્વ અધિકાર) અર્થ :-જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ઉપર પ્રમાણે સુપાત્ર જીવો ગુરુગને શુદ્ધચૈતન્યતત્ત્વની વાર્તાનું પ્રીતિપૂર્વક શ્રવણ કરો અને આ પરમાગમની પાંચમી ગાથામાં આચાર્યભગવાનની આજ્ઞા અનુસાર તે એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષથી પ્રમાણ કરો. શ્રાવણ વદ ૨. સાહિત્યપ્રકાશનવિભાગ (બહેનશ્રી-ચંપાબેન-૮૫માં વર્ષનો “મહામણિ-જન્મોત્સવ ”) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, વિ. સં. ૨૦૫૪ સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 676