Book Title: Samanya Nirukti Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 4
________________ 'વિવેચનકારની પ્રસ્તાવના વિ.સં. ૨૦૦૮ના વૈ.વ. છ ભાયખલા-મુંબઈમાં મારી દીક્ષા થઈ. મારા તરણતારણહાર દીક્ષા દાતા - જીવનદાતા - ગુરુદેવ પૂજયપાદ સ્વ. આ. દેવ ય શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ. A સર્વ રીતે મારા અનન્ત ઉપકારી ગુરુદેવ પૂજયપાદ સ્વ. આ. દેવ શ્રીમદ્ આ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ. બે ય ગુરુદેવો વારાફરતી મા પ્રાયશ્ચિત્ત દાતા – મારી ગુરુમૈયાઓ. દીક્ષાના સોળ વર્ષ થયા અને - પ્રથમ ગુરુદેવશ્રીએ ધરતી ઉપરથી વિદાય લીધી. એ કાળ એ મારો અભ્યાસકાળ તેમાં ગુરુદેવોના માર્ગદર્શન પૂર્વક ન્યાય અને 5 વ્યાકરણનો અભ્યાસ કર્યો. મારી એવી ટેવ પડી હતી કે જે જાણવું તેનું વિશદરૂપે લેખન કરવું. અહીં નવ્ય ન્યાયના ગ્રંથો ઉપર મેં કરેલા લેખનની વાત કરું. લગભગ ૩ થી ૪ વર્ષમાં મેં તે અભ્યાસ પૂરો કર્યો. ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલિ, તેની ટીકા – દિનકરી, વ્યાપ્તિ પચ્ચક (જાગદીશી અને આ એ માથરીટીકા) સિદ્ધાન્ત લક્ષણ, અવચ્છેદક નિરુક્તિ, બાધ, પક્ષતા, સામાન્યલક્ષણા, એ. તર્કપ્રકરણ, સમ્મતિપક્ષ, વ્યધિકરણ સવ્યભિચાર, વ્યુત્પત્તિવાદ (બે કારક) ન્યાય કુસુમાંજલિ (વર્ધમાનપ્રકાશટીકા) નામના ગ્રન્થો ધુરંધર પંડિતવર્યશ્રી દુર્ગાનાથજી પાસે હું ન T ભણ્યો. તે જ વખતે – રોજેરોજ તેનું વિવેચન ગુજરાતી ભાષામાં લખતો ગયો. કુલ ૧૧ હજાર ઉપરાન્ત પેઈજો લખ્યા. લગભગ ૩૦ નોટો લખી. પરમકૃપાળુ ગુરુમાતાની એવી ભાવના હતી કે તે તમામ ગ્રન્થોનું હિન્દીકરણ થાય. આ પછી કાશીના પંડિતોને તે પુસ્તકોના વિવરણનું મૂલ્યાંકન કરાવાય. પણ ભવિતવ્યતાએ પણ | તે વાત અમલમાં ન આવી. ઘણી બધી નોટો અધ્યેતાઓમાં ફરતી રહી. તેના સહારાથી ગ્રન્થોનું ખૂબ અઘરું ન પઠન સાવ સરળ બની ગયું. હવે ૪૫ વર્ષ બાદ તે વિવેચનનું મુદ્રણકાર્ય કમલ પ્રકાશનમાં શરૂ થયું છે. મારા શિષ્યગણમાં નવ્ય-ન્યાયનો અભ્યાસ દસેક જેટલા મુનિઓએ કર્યો છે. તેમણે આ છે પણ જે ગ્રન્થોનો અભ્યાસ કર્યો તેના મારી મારફત પોતાના સ્વતંત્ર વિવેચનો લખ્યા છે. આ - -- - - - - -- - -- -- --Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 290