Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 291
________________ સમુદ્રતીરે મિત્રગેષ્ટિ [૨૨] જ્યારે ચારે તરફ અનેક પ્રકારની ધમાલ થતી હોય, વાતાવરણમાં યુદ્ધની વાત ચાલતી હોય, ચોતરફને રંગરાગ ગૂંચવણ ભરેલું હોય, તેવે વખતે શાંત વિચારે આવવા મુશ્કેલ છે. છતાં બે મિત્રો એક દિવસ સાંજે વરલીની ચપાટી ઉપર એકઠા થઈ ગયા. બન્ને ખૂબ વિચારક હતા, અનેક ગૂંચવણવાળા પ્રસંગમાં મનને શાંત રાખી શકે તેવા હતા, પશ્ચિમના નવયુગના વાતાવરણને સમજનાર હતા, પૂર્વકાળના ચાલ્યા આવતા રિવાજો નિયમને અને રીતભાતોને યેગ્ય સન્માન આપનાર હતા, વિવેકી હાઈ વસ્તુતત્વ શોધવામાં મહા પ્રયાસ કરનાર હતા, કેઈ પણ પ્રકારના આગ્રહને સ્થાન આપનાર ન હોઈ દલીલને સમજનારા હતા, પિતાની ભૂલ સમજવા માટે તૈયાર હતા અને તે સ્વીકારવામાં મેટું મન રાખનારા હતા. તેઓએ ચોપાટી ઉપર ભ્રમણ કરવા માંડ્યું. સૂર્ય અસ્તાચળ ઉપર આવી ગયો હતો. અને મિત્રો ફરતા ફરતા સામેના નાના બગિચાના પગથિયા ચઢી ગયા. બગિચામાં ચાર પાયરીઓ હતી. બીજી પાયરીના એક બાજુના બાંક પર બને બેસી ગયા. વાતાવરણ શાંત હતું અને કેઈની આવજા ન હોવાથી વાતમાં ભંગ થવાના પ્રસંગે વિરલ હતા.

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340