Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૬ સાયને માગે બાબતેને અંગે હેય તે કેટલીક વાર ઊંડી સમજ વગરના પ્રાણીને વિના કારણે ધમીટ મનાવવાને દાવ કરાવનાર થાય છે, સંસાર વધારનારાં થાય છે અને પરિણામે અત્યંત નુકશાન કરનારાં નીવડે છે. અન્યની પરીક્ષામાં મુશ્કેલી કહી તે ખરી છે, પણ તે સંબંધી એક વાત વિચારવાની છે: અન્યની પરીક્ષા કરવાની આપણને જરૂર શી? આપણો અધિકાર ? આપણે આપણું પોતાની પરીક્ષા કરીએ તે બસ છે, અને તેને માટે જુદાં જુદાં સાધને છે, એ આંતરદશામાપકયંત્ર (inner berometer) ને ઉપયોગ કરી આપણું સંભાળીએ તે ઘણું છે. વિશિષ્ટ અધિકારીઓ અન્યને સંભાળી લેશે.” મુમુક્ષુ–પણ ભાઈ! વ્યવહારમાં એમ તે કેમ ચાલે? આપણને ધાર્મિક તેમજ સાંસારિક બાબતમાં અન્યના સંસર્ગમાં તે આવવું પડે જ. આપણે કાંઈ હજુ સર્વ સંગત્યાગ કર્યો નથી, તે પછી આપણે અન્યની પરીક્ષા કરવાના પ્રસંગે અને સાધને લક્ષ્યમાં રાખવા જોઈએ.” પંથી:–“તમે કહે છે તેવા જરૂરી સંવ્યવહાર માટે પરીક્ષા કરવાનાં ઘણાં સાધને છે. આંતરદશા કેવી છે તે પ્રસંગે જણાઈ આવે છે. ખાસ કરીને રાગદ્વેષની પરિણતિ કેવી છે તે જોવાથી, જરા વધારે પરિચયથી સામાની પરીક્ષા થાય છે, પરંતુ એ પરીક્ષા છેવટની તે નજ હેઈ શકે. કારણકે કેટલાંક પ્રાણીઓ માયાના જોરથી છેતરપીંડીને (પરવચનાને) પણ પરાકાષ્ઠા સુધી લઈ જઈ શકે છે. જરૂર પૂરતી પરીક્ષા કરવા માટે સામાની આંતર દશા તપાસવી, સંસારરસિકતા જેવી, સ્વાર્થ અને ત્યાગ વચ્ચે વિસંવાદ

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340