________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પ્રીત કિયે દુઃખ હોય પુનઃ વંદના કરીને સુરસુંદરી પોતાના મહેલે પહોચી.
સુંદરી સીધી જ પહોંચી માતા રતિસુંદરી પાસે. સાધ્વીજી સાથે કરેલા પરિચયનું હર્ષથી ગદ્ગદ્ હૈયે એણે વર્ણન કર્યું. રતિસુંદરી પ્રસન્ન થઈ ગઈ.
વત્સ, આવો સત્સમાગમ મનુષ્યનાં પાપોનો નાશ કરે છે. ત્યાગી અને જ્ઞાની આત્માઓની વાણી મનુષ્યનાં સંતપ્ત હૃદયને પરમ શાન્તિ આપે છે. એમની પાસેથી શ્રદ્ધાથી અને વિનયથી મેળવેલું જ્ઞાન જીવનના ઝંઝાવાતોમાં મનુષ્યને મેરુવ, નિશ્ચલ રાખે છે. માટે મારી વહાલી બેટી, તું સાધ્વીજી પાસે પ્રતિદિન જજે.”
“અને મા, તને બીજા એક સારા સમાચાર આપું હું કાલે અમરની હવેલીએ ગઈ હતી અને દેવી ધનવતીને મેં સાધ્વીજી અંગે પૃચ્છા કરી ત્યારે તેમણે મારી ધર્મબોધ મેળવવાની ઇચ્છા જાણીને પ્રસન્નતા વ્યક્ત કરી અને ... અમરને પણ કોઈ સાધુ પુરુષ પાસે ધર્મબોધ મેળવવા જવાની પ્રેરણા આપી” • “ઘણું સારું કહેવાય! પણ અમારે એ વાત સ્વીકારી?'
હા મા, અમર એની માતાની વાત સ્વીકારે જ! પિતાની આજ્ઞાનું પણ પાલન કરે છે.'
છોકરો પ્રજ્ઞાવંત છે. કલાપૂર્ણ છે. સાથે સાથે ગુણવાન છે... જો એ ધર્મબોધ પ્રાપ્ત કરશે તો એના ગુણો ચંદ્ર-સૂર્ય જેમ પ્રકાશી ઊઠશે..'
અમરકુમારની આવી પ્રશંસા કરતાં અને સાંભળતાં સુરસુંદરી રોમાંચિત થઈ ગઈ. રતિસુંદરી જાણતી હતી અમરકુમાર અને સુરસુંદરીના મૈત્રી-સંબંધને એટલે સુરસુંદરીના રોમાંચથી રતિસુંદરીને આશ્ચર્ય ન થયું, પરંતુ આનંદ થયો.
બેટી, જ્યારે તારા પિતાજી જાણશે કે તે સાધ્વીજી પાસે જવાનું નક્કી કર્યું છે ત્યારે તેઓને કેટલી બધી પ્રસન્નતા થશે?
“મા, હું સાધ્વીજી પાસેથી સર્વપ્રથમ તો શ્રી નમસ્કાર મહામંત્રનો અર્થ, ભાવાર્થ અને રહસ્યાર્થ સમજીશ! આપણો એ મહામંત્ર છે ને!'
ભલે, બેટી, નમસ્કાર મહામંત્રને સમજજે, પરંતુ સાધ્વીજીને વિનંતી કરજે... આગ્રહ ન કરીશ. એ જે ધર્મબોધ આપે તે ગ્રહણ કરજે!”
૦ ૦ ૦ નિયત થયેલા સમયે સુરસુંદરી શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરીને ઉપાશ્રયે પહોંચી ગઈ. વિધિવત્ વંદના કરીને વિનયપૂર્વક સાધ્વીજી સામે બેસી ગઈ.
For Private And Personal Use Only