________________
એક શબ્દ : છઠ્ઠીના લેખ
તે વખતે પુરુષે તેને ઓળખી – તે દેરુશેત હતી : આખા ગર્નસીમાં સ્વરૂપવતી ગણાતી છોકરી !
પુરુષને પોતાની ગતિ ઝડપી બનાવવાનું કાંઈ કારણ ન હતું. તે સ્વાભાવિક ક્રમે ચાલતા એકના એ ઝુંડ આગળ આવ્યા, ત્યારે સહેજે તેની નજર દેરુશેતે રસ્તા ઉપર આંગળીથી લખેલા અક્ષરો ઉપરપડી -
-
“જિલિયાત.”
એ તેનું પેાતાનું નામ હતું.
તે એ અક્ષરો તરફ જોતા થોડી વાર થાભ્યા, અને પછી વિચારમાં પડી ચાલતો થયો.
એ અક્ષરો તેના જીવનમાં કેવા ઘેરા લેખ લખી ગયા ? પણ એ જાણવા માટે તે વાર્તાના અંત તરફ જ આગળ વધવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org