________________
પ્રેમ માલદાન
નવેક વાગ્યાનો અરસો હતો; તથા લોકો હજુ પાતપાતાના પંથનાં દેવળોમાં જવા નીકળ્યા ન હોઈ, આખા રસ્તા નિર્જન હતો, માત્ર ત્રણ જણ સિવાય : પહેલું હતું એક બાળક; બીજો હતા પુરુષ અને ત્રીજી હતી સ્રી.
ત્રણે જણને એકબીજા સાથે સંબંધ ન હતો; અને તેઓ એકબીજાથી દૂર દૂર ચાલતાં હતાં.
આઠ વર્ષના પેલા છોકરો તો વચ્ચે જ થાભી જઈ, શિયાળાનું હિમાચ્છાદિત સૌંદર્ય નવાઈ પામી જોવા લાગ્યો. પુરુષ પેલી સ્ત્રીની પાછળ પાછળ સોએક ડગલાં દૂર ચાલ્યા આવતા હતો.
પુરુષ હજુ જુવાન હતો તથા તેનો દેખાવ મજૂર અને ખલાસીની વચ્ચેના હતો. તેના પાશાક ઉપરથી લાગતું હતું કે, પવિત્ર પર્વ હાવા છતાં તે કંઈ દેવળમાં જવા નીકળ્યા ન હતા. તેથી ઊલટું, પેલી સ્ત્રી તો દેવળમાં જવા માટે ખાસ પોશાક પહેરીને નીકળી હોય, એમ સ્પષ્ટ દેખાતું હતું. તેનાં પગલાં હળવાં તથા સ્વૈર ખભા ઉપર કશી જવાબદારીને બોજો હજુ બચપણની જે સંધ્યામાંથી તે નીકળતી હતી, અને કાળમાં તે પ્રવેશતી હતી, તે બંનેની સ્મણીયતા અને તાજગી તેના આખા તનબદનમાં વ્યાપેલી હતી.
યુવાનીના જે ઉષ:
હતાં. માથા ઉપર કે આવ્યો ન હોય તેવાં
પાછળ આવતા પુરુષનું તેના તરફ જરાય લક્ષ હાય એમ લાગતું ન હતું. અચાનક પેલી આગળ જતી સ્ત્રી એક ખેતરના ખૂણા આગળના ઓક-વૃક્ષના ઝુંડ પાસે આવતાં પાછી વળી. તેની એ હિલચાલે પાછળ આવતા પુરુષનું ધ્યાન ખેંચ્યું.
પેલીએ રસ્તા વચ્ચે ઊભી રહીને પેલા તરફ ક્ષણભર જોયું; પછી નીચી વળી તેણે બરફ ઉપર આંગળી વડે કેટલાક અક્ષરો લખ્યા. ત્યાર બાદ તે ઉતાવળે પગલે આગળ ચાલી. છેવટે, રસ્તામાંથી ફંટાઈ ડાબી બાજુ વળી જતી પગદંડી ઉપર ચાલ્યા જતા પહેલાં, તેણે પેલા પુરુષ તરફ જરા હસતાં હસતાં નજર કરી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org