Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯] ફાળો આ ગ્રંથમાળાના પ્રકાશનમાં એકમેક થઈને આપી રહ્યા છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. વિશેષમાં અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહ્યોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે પૂજ્ય ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો (અક્ષરશઃ) લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા જેથી આ કાર્ય શરૂ કરવામાં જરાપણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આ સ્થળે આભાર માનીએ છીએ. આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે મુંબઈના ચારેય મુમુક્ષુમંડળોએ તથા અન્ય મુમુક્ષુઓએ ઉદારતાથી આર્થિક સહ્યોગ આપેલ છે, જેમની નામાવલિ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે બદલ સમસ્ત દાતા ભાઈ-બહેનોનો આભાર માનવામાં આવે છે. આ પ્રકાશનનું મુદ્રણકાર્ય બહુ સુંદર, ત્વરિત અને કાળજી ભર્યું કરી આપવા બદલ અજિત મુદ્રણાલય પ્રેસના સંચાલકોનો આભાર માનીએ છીએ. આવકાર્ય : આ પ્રકાશન અમારો દસમો પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટિઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે. સૂચના : (૧) આ શાસ્ત્રનું અધ્યયન કરનાર દરેક ભાઈ-બહેનોને નમ્ર વિનંતી છે કે આ જિનવાણી છે માટે તેની આસાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો. (૨) આ શાસ્ત્રમાં સમયસારજીની મૂળ ગાથા, ટીકા, ભાવાર્થ, કળશ અને ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન એ રીતે ક્રમ આપવામાં આવેલ છે. વીર સં. ૨૫૧૧ લિ. શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 479