________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
[ ૧૫
ધ્રુવ-ધ્રુવ ધ્રુવ, પર્યાયની સક્રિયતારહિત નિષ્ક્રિય વસ્તુ છે. શ્રી સમયસારની ૩૨૦ ગાથાની શ્રી જયસેનાચાર્યની ટીકામાં પણ કહ્યું છે કે આત્મા નિષ્ક્રિય છે. પરંતુ એ નિષ્ક્રિય ( આત્મા ) જણાય છે સક્રિયમાં (પર્યાયમાં). સર્વજ્ઞનો આવો અદ્ભુત માર્ગ છે. જેના પંથમાં સર્વજ્ઞ નથી એના પંથમાં સત્ય વાત હોતી જ નથી.
પહેલાં દર્શનઉપયોગ અને પછી જ્ઞાનઉપયોગ એવો ક્રમ જે કેવળીને માને છે તથા કેવળીને સુધાની પીડા અને આહાર માને છે તેને સર્વજ્ઞના સાચા સ્વરૂપની ખબર નથી. પૂર્ણજ્ઞાનની દશા એટલે શું એ, તે જાણતો નથી. આત્મા અંદર સર્વજ્ઞશક્તિથી પરિપૂર્ણ ભરેલો છે. એની સન્મુખ થઈ એમાં પૂર્ણ એકાગ્ર થતાં સર્વજ્ઞપણું પર્યાયમાં પ્રગટે છે. સર્વજ્ઞપણું પ્રગટ થતાં અતીન્દ્રિય આનંદની પૂર્ણ ભરતી આવે છે એવા સ્વરૂપની અજ્ઞાનીને ખબર નથી. ભગવાન કેવળી સર્વદર્શી અને સર્વજ્ઞ એકી સાથે છે.
અહીં આ ગાથામાં અજ્ઞાની કહે છે કે કર્મ અને આત્મા બન્ને એક છે. કારણ કે કર્મની ક્રિયાનો જે અનુભવ એનાથી આત્મા જુદો છે એવું કાંઈ અમને દેખાતું નથી. પણ કયાંથી દેખાય, પ્રભુ? જ્યાં પ્રભુ પડયો છે ત્યાં તું જોતો નથી. ભાઈ! કર્મ અને આત્મા બન્ને થઈને જીવ છે, જુદો જીવ નથી એવી તારી માન્યતા પૂર્ણ શુદ્ધ આનંદઘન પ્રભુ આત્માની હિંસા કરનારી છે. એ માન્યતા વડે તું પોતાની હિંસા કરે છે. જીવતું જીવન (ત્રિકાળી જીવદ્રવ્ય ) તેનો તું નકાર કરે છે એ જ હિંસા છે. ભાઈ ! વીતરાગનો અહિંસાનો માર્ગ આવો સુક્ષ્મ અને ઝીણો છે. લોકો બિચારા વ્રત કરો, પોસા કરો ઇત્યાદિ શુભભાવરૂપ ક્રિયાકાંડમાં ગૂંચવાઈ ગયા છે. પણ નિશ્ચયથી શુભભાવ અને અશુભભાવ બન્ને એક જાત છે. (બન્નેમાં ચૈતન્યસ્વરૂપની નાસ્તિ છે ).
આઠમો બોલ : કોઈ કહે છે કે અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે. કારણ કે જેમ આઠ લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અહીં ખાટલાનું દૃષ્ટાંત આપ્યું છે. ખાટલો હોય છે ને? તે આઠ લાકડાના સંયોગથી બનેલો છે. ચાર પાયા, બે ઈસ અને બે ઉપડાં-એમ આઠ લાકડાનો બનેલો છે. એ રીતે અજ્ઞાની એમ માને છે કે આઠ કર્મનો સંયોગ એ જ જીવ છે. આઠ કર્મના સંયોગરહિત જીવ હોઈ જ ન શકે એમ તે માને છે.
આત્મા ત્રિકાળ સંયોગથી રહિત અસંયોગી શુદ્ધ વસ્તુ છે. અજ્ઞાનીની ત્યાં દષ્ટિ નથી. તેથી તેને આઠ કર્મ ભેગા થાય એ જ જીવ છે એમ વિપરીત ભાસે છે.
આમ મિથ્યા માન્યતાના કેટલાક પ્રકાર અહીં આપ્યા છે, બાકી અસંખ્ય પ્રકારની મિથ્યા માન્યતા હોય છે. દુર્બુદ્ધિઓ અનેક પ્રકારે પરને આત્મા કહે છે. પરંતુ પરમાર્થના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com