________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૬૩
(ઊંધો) પડયો છે. શરીર, વાણી, મન, ઇન્દ્રિયો ઇત્યાદિ હું છું એમ વિપરીત માની બેઠો છે. તેને આત્મા જે ત્રિકાળ ચિદાનંદરસમય વસ્તુ છે તેમાં પુદ્ગલનો રસગુણ વિદ્યમાન નથી તેથી તે અરસ છે એમ કહી શરીરાદિથી ભેદજ્ઞાન કરાવ્યું છે.
હવે બીજા બોલમાં કહે છે કે પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. પહેલા બોલમાં પુદ્ગલદ્રવ્યથી ભિન્નપણાની વાત લીધી હતી. આ બોલમાં પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્નપણાની વાત લીધી છે. આત્મા ચૈતન્ય-રસસ્વરૂપ વસ્તુ છે. તે પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્ન છે. તેથી પોતે રસગુણ નથી માટે અરસ છે.
ત્રીજો બોલઃ- પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. વસ્તુપણે જીવને પુદ્ગલ દ્રવ્યનું સ્વામીપણું નથી. આ જડ ઇન્દ્રિયોનો સ્વામી આત્મા નથી. તેથી દ્રવ્ય ઇન્દ્રિયોના આલંબન વડે તે રસ ચાખતો નથી. આ જીભ છે તેનો સ્વામી આત્મા નથી. (એ તો પૌલિક છે). તેથી આત્મા જીભને હલાવે અને તે વડ રસને ચાખે એ વાત વાસ્તવિક નથી. આમ દ્રવ્ય ઇન્દ્રિયોના આલંબન વડે આત્મા રસ ચાખતો નથી માટે તે અરસ છે.
ચોથો બોલઃ- પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડ પણ રસ ચાખતો નથી માટે અરસ છે. પોતાના સ્વભાવની દૃષ્ટિથી એટલે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવની દૃષ્ટિથી જોઈએ તો ક્ષયોપશમભાવનો પણ જીવને અભાવ છે. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યયજ્ઞાન એ ચારને શાસ્ત્રમાં વિભાવગુણ કહ્યા છે. એ ચારેય સમ્યજ્ઞાન છે હોં. અશુદ્ધનિશ્ચયનયથી એ ચારનો જીવને સંબંધ છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી કાંઈ સંબંધ નથી. અહીં કહે છે કે જે ભાવેન્દ્રિય દ્વારા જણાય છે, તે ભાવેન્દ્રિયનો જ પરમાર્થે આત્મામાં અભાવ છે. શ્રી સમયસાર ગાથા ૩૧માં આવે છે કે ભાવેન્દ્રિય છે તે પોતાના વિષયોને ખંડખંડ જાણે છે અર્થાત્ તે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. જ્યારે આત્મા એક અખંડ જ્ઞાયક-ભાવરૂપ છે, માટે ભાવેન્દ્રિય નિશ્ચયથી આત્માનું સ્વરૂપ નથી. (ખંડવસ્તુ અખંડસ્વરૂપ કેમ હોય ?) .
ત્યાં ગાથા ૩૧માં કહ્યું છે કે દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય, અને તેમના વિષયોને જે જીતે તે જિતેન્દ્રિય છે. તેને જીતવું એટલે કે તે સર્વ પોતાથી ભિન્ન છે અર્થાત્ તે પરશય છે એમ જાણવું. શેય-જ્ઞાયકની એક્તા તે સંકરદોષ છે. ભાવેન્દ્રિય, તેનો વિષય દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ તથા દ્રવ્યન્દ્રિય એ સર્વ પરશેય છે. આવા પરજ્ઞયનું યથાર્થ જ્ઞાન પોતાથી થાય છે; પણ કોને ? જ્ઞાયકનું સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને. અહીં કહે છે કે ભાવેન્દ્રિય પરય હોવાથી આત્માના સ્વભાવભૂત નથી અને તેથી આત્મા ભાવેન્દ્રિયના આલંબનથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com