Book Title: Pravachana Ratnakar 03
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 256
________________ ૨૪૪ ] Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૩ * કળશ ૪૫ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘સ્થં’ આ પ્રમાણે ‘જ્ઞાન-ત્ત-ના-પાદનં' જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને ‘નાયિત્વા' નચાવીને, −એટલે શું ? કે જ્ઞાનની એકાગ્રતાનો-અનુભવનો વારંવાર અભ્યાસ કરતાં અર્થાત્ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માની એકાગ્રતાનો અભ્યાસ વારંવાર કરતાં રાગ જુદો પડી જાય છે. અભ્યાસ કહો કે અનુભવ કહો, બન્ને એક જ ચીજ છે. આનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે. એની દૃષ્ટિ કરી એમાં અંત૨-એકાગ્ર થતાં રાગ ભિન્ન પડી જાય છે, દુ:ખની દશા ભિન્ન પડી જાય છે અને આનંદની દશા પ્રગટ થાય છે. જ્ઞાન તે આત્મા છે એવો એનો અભ્યાસ-અંતરઅનુભવ કરવો તે જ્ઞાનરૂપી કરવત છે. જેમ કરવત બે ફાડ પાડે છે તેમ અંતરનો અનુભવ જ્ઞાન અને રાગની બે ફાડ કરી નાખે છે. અહા! આઠ-આઠ વર્ષના બાળકો કેવળજ્ઞાન લેતા હશે તે કેવું હશે ? ભલે આઠ વર્ષનો રાજકુમાર હોય પણ અંતરમાં એકાગ્રતા-અનુભવ દ્વારા આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે ને? એ સ્વાદનો વારંવાર તે અભ્યાસ કરે છે અને એકાગ્ર-સ્થિત થઈ અંતર્મુહૂર્તમાં ૫રમાત્મા થાય છે. આત્મા જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ લક્ષ્મીનું નિધાન ત્રિકાળ પરમાત્મસ્વરૂપ પદાર્થ છે. એવા આત્માને રાગથી ભિન્ન પાડીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરવો—એમ અહીં કહે છે. રાગને અને આત્માને પૂરા જુદા પાડવા છે ને? એટલે કહે છે કે જ્ઞાનરૂપી કરવતનો વારંવાર અભ્યાસ નચાવવો. વારંવાર અંતર-અનુભવ વડે આનંદના પરિણમનમાં સ્થિત થવું. કયાં સુધી? કે ‘યાવત્' જ્યાં સુધી ‘નીવાનીવૌ' જીવ અને અજીવ બન્ને ‘દ-વિઘટન ન પુવૅ પ્રયાત: ' પ્રગટપણે જુદા ન થાય. આનો ભાવાર્થમાં બે રીતે અર્થ કરશે. જેમ ગુલાબની કળી સંકોચરૂપ હોય અને પછી વિકાસરૂપ થાય એમ ભગવાન આત્મા જે જ્ઞાન-દર્શન-આનંદની શક્તિરૂપે છે તે અંદરમાં ખીલે-વિકસે છે. માર્ગ તો આવો છે, ભાઈ ! કોઈ કથા-વાર્તા સાંભળીને રાજી થાય છે પણ એ કાંઈ ધર્મ નથી. પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. અહાહા! તું અતીન્દ્રિય આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. એમાં અંતર્મુખ થવાનો અભ્યાસ કર. પુણ્ય-પાપ મારાં છે એવો અભ્યાસ તો તેં અનાદિથી કર્યો છે. પણ એ તો દુઃખનો અભ્યાસ છે. હવે આ આનંદના નાથનો અભ્યાસ કર. કહે છે કે-અંદર ચિન્માત્રશક્તિરૂપે ભગવાન આત્મા છે તેનો અનુભવ જ્યાં કર્યો ‘તાવત્' ત્યાં ‘જ્ઞાતૃદ્રવ્ય' જ્ઞાતાદ્રવ્ય ‘પ્રસમ-વિસર્-વ્ય-વિન્માત્રશયા' અત્યંત વિકાસ પામતી પોતાની પ્રગટ ચિન્માત્ર-શક્તિ વડે ‘વિશ્વ વ્યાપ્ય’ વિશ્વને વ્યાપીને, ‘સ્વયમ્' પોતાની મેળે જ ‘અતિસાર્ સત્ત્વ: પાશે' અતિવેગથી ઉગ્રપણે ચકાશી નીકળ્યું. શું કહ્યું? જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અનંત શક્તિઓથી પરિપૂર્ણ પ્રભુ છે. . Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264