________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૭૩
દ્રવ્યોથી ભિન્ન શુદ્ધ છું એવો સૂક્ષ્મ વિકલ્પ તે ભાવકભાવ છે, વ્યક્ત છે અને તેનાથી જીવ અન્ય છે, અવ્યક્ત છે. બે બોલ થયા.
ત્રીજો બોલ:- ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે આત્મા અવ્યક્ત છે. જે પર્યાય ભવિષ્ય વ્યક્ત થવાની છે અને જે વ્યક્ત થઈ ગઈ તે બધી પર્યાયો ચૈતન્યસામાન્યમાં અંતર્લીન છે. વર્તમાન પર્યાય ચૈતન્યમાં નિમગ્ન નથી. જો વર્તમાન પર્યાય
પણ તેમાં નિમગ્ન હોય તો જાણવાનું કાર્ય કોણ કરે ? વર્તમાન પર્યાય સિવાયની ભૂતભવિષ્યની સઘળી પર્યાયો ચૈતન્યમાં અંતર્લીન છે. માટે તું આત્માને અવ્યક્ત જાણ. ગાથામાં जाण ’ એમ કીધું છે ને? એટલે જાણનારી વર્તમાન પર્યાય તો ચિત્સામાન્યની બહાર રહી. એ વ્યક્ત પર્યાયમાં આ જ્ઞાયકવસ્તુ જે અવ્યક્ત છે એને જાણ-એમ અહીં કહેવું છે.
.
પાણીનું તરંગ જેમ પાણીમાં સમાઈ જાય છે તેમ વ્યય થયેલી પર્યાય દ્રવ્યરૂપ થઈ જાય છે. નિર્મળ પર્યાય પ્રગટ હોય ત્યારે તે ક્ષયોપશમ, ક્ષાયિક કે ઉપશમભાવરૂપ હોય છે પણ અંદર દ્રવ્યમાં સમાઈ જાય ત્યારે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકરૂપ રહેતી નથી. )
ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયો દ્રવ્યસામાન્યમાં પારિણામિકભાવે છે. વ્યક્ત જ્ઞાનની પર્યાયમાં જે અવ્યક્ત સામાન્યનું જ્ઞાન થયું તે નિશ્ચયનું જ્ઞાન છે. નિશ્ચયના જ્ઞાન સાથે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. (નિશ્ચયના જ્ઞાનપૂર્વક) પર્યાય પોતે એકલું પર્યાયનું જ્ઞાન કરે તે વ્યવહારનું જ્ઞાન છે. પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાન બન્ને પર્યાય છે.
અરે! જગતના જીવોને પોતે મરીને કયાં જશે એની પડી નથી. પણ ભાઈ, આત્મા તો અવિનાશી તત્ત્વ છે. એ કયાંક તો રહેશે જ. ચાર ગતિ અને ચોરાસીના ચક્કરમાં આત્માને કોઈ શરણ નથી, ભાઈ. પોતે મરીને કયાં જશે એવી જેને સંસારની ભીતિ લાગી છે તે ભવ્ય જીવ આત્માનું જ, -શુદ્ધ ચૈતન્યનું જ શરણ શોધે છે. નિશ્ચયનયનો વિષયભૂત જે ધ્રુવ એક અખંડ ચૈતન્યસામાન્યવસ્તુ છે તે એક જ જીવને શરણરૂપ છે. પર્યાયને એક દ્રવ્ય જ શ૨ણભૂત છે. તેથી કહે છે કે વ્યક્ત પર્યાયમાં તું એક શુદ્ધ અવ્યક્તને જાણ.
દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી પ્રગટ પર્યાય તે દ્રવ્યમાં ઘૂસી જતી નથી. જો દ્રવ્યમાં ઘૂસી જાય તો આ દ્રવ્ય છે એમ કોણ જાણે ? અવ્યક્તને જાણનાર પર્યાય તો અવ્યક્તથી ભિન્ન રહીને તેને જાણે છે. દ્રવ્યની પ્રતીતિ કરનારી પર્યાય દ્રવ્યમાં ઘૂસી જાય તો પ્રતીતિ કરનાર કોઈ રહેતું નથી. તેથી પ્રગટ વર્તમાન પર્યાય દ્રવ્યથી ભિન્ન રહીને પ્રતીતિ કરે છે. આવી વાત છે.
ભાઈ ! આ તો ભગવાનના દરબારની (સમોસરણમાં સાંભળેલી ) વાતો છે. ત્રિલોકીનાથ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com