Book Title: Pravachana Ratnakar 03
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 207
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૬૭ ] [ ૧૯૫ તન્મય છે એમ પ્રવચનસારમાં (ગાથા ૮માં) કહ્યું છે. જ્યારે અહીં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ શુભરાગ આત્મા સાથે તન્મય નથી એમ કહ્યું છે. પંચાસ્તિકાયમાં વ્યવહારને સાધક કહ્યો છે એ આરોપિત કથન છે. જ્યારે અહીં-રાગ છે તે નિશ્ચયથી જીવ નથી તો તે સાધન કેમ થાય?-એમ કહે છે. અહા ! લોકોને આકરી લાગે તેવી વાત છે, પણ જે છે તે એમ જ છે. શંકા- અમે તો ગુરુને પકડ્યા છે. બસ, હવે તે અમને તારી દેશે. અમારે હવે કાંઈ કરવાનું નથી. આ સ્વમત છે કે પરમત છે એની પરીક્ષા પણ અમારે કરવી નથી. સમાધાન - ભાઈ ! કોણ ગુરુ? પ્રથમ તો પોતે જ પોતાનો ગુરુ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માને પકડે, એનો આશ્રય કરે તો તરાય એમ છે, બાપુ ! પર ગુરુ તારી દેશે એ તો બધી વ્યવહારની વાતો છે. ચારિત્રપાહુડની ૧૪મી ગાથામાં આવે છે કે વેદાંતાદિ અન્યમતમાં માનનારાઓ પ્રતિ ઉત્સાહ થવો, ભાવના થવી, એમની સેવા-પ્રશંસા કરવી અને એમનામાં શ્રદ્ધા થવી એ બધાં મિથ્યાત્વનાં લક્ષણ છે. આકરી વાત, પ્રભુ ! પણ આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેમના ચરણોને ઇન્દ્રો અને ગણધરો ચૂમે છે એમનો આ માર્ગ છે. સાંભળવા મળવો પણ મુશ્કેલ. પરંતુ જેમને આત્મા જોવો-અનુભવવો હોય એ બધાયને આ માર્ગમાં આવવું પડશે. આવી વાત છે. અહાહા! શૈલી તો જુઓ! કહે છે કે અજ્ઞાનીઓને અનાદિથી અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. તેથી “અશુદ્ધ-રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી' એમ તેને સમજાવ્યું છે. અહાહા ! “જ્ઞાનમય છે, રાગમય નથી” એમ કહીને અશુદ્ધતા ઉડાવી દીધી છે. અરે! હુજી જેને શ્રદ્ધાનનાં પણ ઠેકાણાં નથી એને વળી આચરણ કેવો? કદાચ તે વ્યવહાર કરે-પાળે તોપણ તે સર્વ આચરણ સંસાર ખાતે જ છે, કેમકે રાગ છે તે સંસારમાં જ પ્રવેશ કરાવનાર છે. અહીં સ્પષ્ટ કહે છે કે વ્યવહારવાળો-રાગવાળો જીવ છે તે નિશ્ચયમય-જ્ઞાનમય જ છે, વ્યવહારમયરાગમય નથી. અહાહા ! પરમ અદ્દભુત વાત છે. વસ્તુ અનાદિ-અનંત શુદ્ધ વિજ્ઞાનઘન ધ્રુવપ્રવાહરૂપ છે. જેમ પંથ ચાલ્યો જાય છે તેમ ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ ધ્રુવ એમ પ્રવાહરૂપે શુદ્ધ ચૈતન્યમય છે. તેમાં એક સમય પૂરતો રાગનો સંબંધ છે. હવે આ રાગના સંબંધ વિનાનો જીવ જેણે જોયો નથી એવા અજ્ઞાની જીવને સમજાવતી વખતે આ વ્યવહાર કહ્યો કે “રાગના સંબંધવાળો જીવ.' પણ નિશ્ચયથી એક સમયનો રાગ એ વસ્તુના સ્વભાવમાં નથી. રાગનો-સંસારનો સંબંધ જ એક સમય પૂરતો છે. તેથી એટલો સંબંધ દેખીને, જેણે સંબંધરહિત શુદ્ધ જીવ જોયો નથી તેને બતાવ્યું કે-આ રાગના સંબંધવાળો જીવ જ્ઞાનમય છે. રાગમય નથી.” અહા! વાતને કેવી સિદ્ધ કરી છે! આ “દયાના ભાવવાળો જીવ’ એમ વ્યવહારથી કહ્યું; પણ જીવ દયાના ભાવમય નથી પણ જ્ઞાનમય જ છે. અહા ! શું શૈલી ! વ્યવહાર સમજાવવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264